Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

પોરબંદરના ભડ ગામે નશાયુકત કેમીકલ પીધા બાદ ૨ યુવાનોના મોત

દારૂ ન મળતા ત્રણેય મિત્રોએ મોજ માણવા નશાયુકત કેમીકલ ગટગટાવ્યુ અને તબીયત લથડીઃ ત્રીજો મિત્ર સારવારમાં

પોરબંદર, તા.૧૭: પોરબંદરના ઘેડ પંથકના ભડ ગામે ગલી મિત્રોને ગામમાંથી દારૂ ન મળતા નશાયુકત કેમીકલ લઇ આવીને મોજ માણતા ત્રણેયની હાલત લથડી હતી.ઉલટી અને ચકકર આવતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયેલ જયાં ૨ મિત્રોનું સારવાર દરમિયાન મોત અને ત્રીજા મિત્રને સારવાર બાદ બચી ગયેલ છે. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

ભડ (ઘેડ)માં ભોજા નગા બારડ, હમીર પરબત બારડ તથા રામા જેઠા બાટા ત્રણેય મિત્રોને દારૂ ન મળતાં નશાયુકત કેમીકલ મંગાવીને પીને મોજ માણતા ત્રણેયની હાલત લથડી હતી. અને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાતા સારવારમાં ભોજા નગા અને રામા જેઠા બારડ બંનેના મોત નીપજયા હતા. ત્રીજા મીત્ર હમીર પરબત બારડની સારવાર ચાલી રહેલ છે. સ્થિતિ સાધારણ છે. નવી બંદર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.

(4:06 pm IST)