Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ર્મડરના આરોપીને કોર્ટમાં રજુ કરી પરત ફરતી ભુજ પોલીસને અકસ્માત નડયો

માળીયામિંયાણા પાસે ટ્રકે બ્રેક મારતા પાછી આવતી પોલીસની કાર ઘુસી ગઇ

મોરબી, તા.૧૭: માળિયા હાઇવે પર વધુ એક અકસ્માતમાં ગત સાંજના સુમારે ભુજ પોલીસની કારને અકસ્માત નડયો હતો જો કે સદનસીબે કોઈને ઈજા થઇ ન હતી.

મળતી વિગત મુજબ ચુડા પોલીસ મથકના મર્ડરના ગુન્હાના આરોપી ભુજ જેલમાં કેદમાં હોય અને ભુજ પોલીસ મર્ડરના ૨ આરોપીઓને લઈને જીજે ૧૨ જી ૨૧૦૬ ગાડીમાં લીમડી કોર્ટમાં રજુ કરવા ગયેલ હોય અને પરતા ફરતા સાંજના સુમારે માળિયા રેલ્વે ઓવર બ્રીજ નજીક આવેલ રામદેવ હોટલ પાસે આગળ જતા ટ્રક જીજે ૧૨ બીડબ્લ્યુ ૨૧૨૧ના ચાલકે અચાનક કોઈ કારણોસર બ્રેક મારતા પોલીસની ગાડી પાછળના ભાગે ધુસી ગઈ હતી તો ગાડીમાં સવાર ૪ પોલીસ જવાન,૨ મર્ડરના આરોપી અને ડ્રાઈવરને ઈજા થવા પામી ન હતી.આ બનાવની જાણ થતા માળિયા પોલીસના પીએસઆઈ ડી.એનછાસીયા અને કનુભા સહિતની ટીમ દોડી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ મામલે ભુજ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુનાભાઈ પાલાભાઈ મકવાણાએ માળિયા પોલીસ મથકમાં નોંધ કરાવી છે.

(3:47 pm IST)