Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ગેરરીતિ નજરે ચઢતાં કચ્છમાં ચાર ઢોરવાડાને અપાઈ કારણદર્શક નોટિસ

કુલ ૪૫૬ ઢોરવાડામાં ૨.૭૦ લાખ પશુઓનો નિભાવ,૭૯.૭૭ કરોડ સબસીડી ચૂકવાઈ

ભુજ, તા. ૧૭: દુષ્કાળ અને અછતના આ કપરા સમયમાં કચ્છમાં ૪૫૬ ઢોરવાડા માં ૨.૭૦ લાખ પશુઓ જયારે ૧૫૪ પાંજરાપોળ અને ગૌશાળામાં ૧.૩૦ લાખ પશુઓને આશરો આપીને નિભાવ કરાઈ રહ્યો છે. દરમ્યાન તંત્ર દ્વારા રાજય તેમ જ જિલ્લા સ્તરે વિજિલન્સ ચેકીંગ કરાય છે. અત્યાર સુધીમાં ૪૭ ઢોરવાડાઓનું ચેકીંગ કરાયું છે. જે પૈકી ૪ ઢોરવાડામાં ગેરરીતિ નજરે પડતા કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો પૂછવામાં આવ્યો છે. (૧) વેકરા પશુ રક્ષણ ટ્રસ્ટ (વેકરા ગામ) (૨) સરદાર વિકાસ ટ્રસ્ટ (ધ્રોબાણા-ખાવડા) (૩) હાજીપીર ગૌશાળા (વંગ-નખત્રાણા) (૪) ઇમરાન મેડી.એજયુ. ચેરી. ટ્રસ્ટ (કોટડા-નખત્રાણા) એ ચાર સંસ્થાઓને ખુલાસો પૂછવામાં આવ્યો હોવાનું કચ્છ જિલ્લા અછત શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે.

(11:51 am IST)