Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

મોરબીના ગીડચ ગામની સીમમાં વિજળીએ ખેતમજૂરનો ભોગ લીધો

મોરબી, તા.૧૭: મોરબી પંથકમાં બપોરના સુમારે વરસાદ વરસ્યો હતો અને કરા સાથે થયેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા અને ખેતરમાં ઉભા પાકને નુકશાનીની ચિંતા ખેડૂતોને સતાવી રહી હોય તો આજે ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં ગીડચ ગામે વીજળી પડતા શ્રમિકનું મોત થયું હતું ગીડચ ગામે ભાનુભાઈ મિયાત્રાના ખેતરમાં ખેત મજુર ગણપતભાઈ માસીયાવા કામ કરતા હોય ત્યારે વીજળી પડતા યુવાનનું મોત નીપજયું છે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

સોમવારથી સમગ્ર રાજયના હવામાને પલટો લીધા બાદ મંગળવારે પણ હવામાન પલટાયેલું જોવા મળ્યું હતું અને મંગળવારે વહેલી સવારે મોરબીમાં હળવું ઝાપટું વરસ્યું હતું અને રોડ રસ્તા ભીના કર્યા હતા તેમજ મોરબી સાથે માળીયામાં પણ બદલાયેલી મોસમમાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર છાંટા વરસ્યા હતા અને ભરઉનાળે માવઠાની સ્થિતિ જીલ્લામાં ઠેર ઠેર જોવા મળી રહી છે

મોરબીમાં કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલેથી વાતાવરણમાં પલટો આવતા ભરઉનાળે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. તો આજ સવારથી જ મોરબીમાં વરસાદી માહોલ બાદ બપોરે ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરુ થયું હતું અને ધીમી ધારે શરુ થયેલ વરસાદ સારી વાર સુધી વરસ્યો હતો તેમજ વરસાદ સાથે શહેરના અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા મોરબીમાં સવારથી બદલાયેલા વાતાવરણ બાદ બપોરે કમોસમી વરસાદ થયો હતો જેથી શહેરમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયા હતા તો કરા પડતા લોકોમાં કુતુહલ પણ સર્જાયું હતું મોરબી શહેરથી લઈને હાઈવે પર સિરામિક ઝોન સુધી વરસાદ વરસ્યો હતો તે ઉપરાંત માળીયા સહિતના વિસ્તારોમાં પણ છુટા છવાયા ઝાપટા પડ્યા હોવાની માહિતી ગ્રામ્ય વિસ્તારના રહીશો પાસેથી પ્રાપ્ત થઇ છે.

(11:50 am IST)