Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

મીની વાવાઝોડાએ રાજકોટ-સુરેન્દ્રનગર-જામનગરમાં ૧૩૭ થાંભલા જમીનદોસ્ત કરી દીધાઃ કુલ ૪૮ ફીડરમાં ફોલ્ટ

હાલ તમામ ગામમાં-શહેરમાં વીજપૂરવઠો કાર્યાન્વીત કરાયોઃ ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક કામગીરી

રાજકોટ તા.૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તોફાની પવન -વરસાદ- બરફના કરાને કારણે વીજતંત્રને એકદિ 'માં લાખોનું નુકશાન ગયાના અહેવાલો છે. મીની વાવાઝોડાએ રાજકોટ શહેર-ગ્રામ્ય ઉપરાંત સુરેન્દ્રનગર -જામનગર જિલ્લામાં થાંભલા સાફ કરી નાંખ્યા હતા, જેના કારણે વીજ વાયરો તુટી પડતા-સંખ્યાબંધ ટ્રાન્સફોર્મરો ફોલ્ટમાં જતા સંખ્યાબંધ ગામડામાં અંધારપટ છવાઈ ગયો હતો.

જો કે વીજ વર્તુળોના ઉમેર્યા પ્રમાણે રાઉન્ડ ધ કલોક કામગીરી કરી તમામ સ્થળે વીજ પુરવઠો પુનઃ સ્થાપીત કરી દેવાયો છે. હાલ કયાંય પણ અંધારપટ નથી.

સાધનોના ઉમેર્યા પ્રમાણે રાજકોટ ગ્રામ્ય ૨૧ થાંભલા પડી ગયા હતા, તો રૂપાવટીમાં ટીસી બળી ગયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૮ અને જામનગર જિલ્લામાં ૫૮ થાંભલા જમનીદોસ્ત થઇ ગયા હતા, ઉપરોકત ત્રણેય જિલ્લામાં કુલ ૪૮ ફીડર ફોલ્ટમાં જતા સેંકડો ગામોમાં મોડીરાત સુધી લાઇટો ગુલ રહી હતી, પરંતુ આજે વહેલી સવારથી બધુ કાર્યાન્વીત કરી દેવાયું છે.

(11:49 am IST)