Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જુના યાર્ડ પાસે હિટ એન્ડ રન'માં અજાણ્યા યુવાનનું મોતઃ વાલીવારસની શોધખોળ

આશરે ૩૦ વર્ષના યુવાનના જમણા હાથે 'ઓમ' ત્રોફાવેલો છે

રાજકોટ તા.૧૬: રાત્રીના આશરે દસેક વાગ્યે જુના માર્કેટ યાર્ડ સામેના રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા આશરે ૩૦ વર્ષના યુવાનનું મોત નિપજ્યું છે. અજાણ્યા યુવાનને કોઇ વાહન ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં ૧૦૮ના ઇએમટી ભાર્ગવભાઇ અને પાઇલોટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે બી-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. રામસિંહભાઇ રાજપૂત અને રાઇટર સંજયભાઇ કુમારખાણીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર યુવાને કાળા-બ્લુ-સફેદ રંગની ડિઝવાઇવાળો  શર્ટ તથા બ્લુ રંગનું જીન્સ પહેર્યા છે. જમણા હાથની કલાઇ પર ઓમ ત્રોફાવેલો છે. તેમજ કોફી રંગના પટ્ટા વાળી ઘડીયાળ પહેરી છે. આ સિવાય તેની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુઓ મળી નથી. તસ્વીરમાં દેખાતાં મૃતક યુવાનના કોઇ વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવો.

(11:49 am IST)