Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ચોટીલાના વાવડીમાં હિતેષ કોળીને કોળી બંધુએ લાકડીથી ફટકાર્યો

અશોક અને દેવજીએ મનદુઃખ રાખી મારકુટ કરી

રાજકોટ તા. ૧૭: ચોટીલાના વાવડીમાં રહેતાં અને મજૂરી કરતાં હિતેષ ભુપતભાઇ મગવાણીયા (કોળી) (ઉ.૧૭)ને તે કોૈટુંબીક સગા અશોક કોળીના ઘરે હતો ત્યારે કોઇ જુના મનદુઃખનો ખાર રાખી ઝઘડો કરી અશોક અને તેના ભાઇ દેવજીએ લાકડી-ઢીકાપાટુનો માર મારી મોઢા-નાક-શરીરે ઇજાઓ કરતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(11:47 am IST)