Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

તળાજાના કુંઢેલીમાં ઠાકર દ્વારા માં કાલે ધર્મોત્સવઃ પુનઃપ્રાણપ્રતિષ્ઠા તથા વિષ્ણુ મહાયાગ

તળાજા તા.૧૭ : તાલુકાના કુંઢેલી ખાતે પ્રસિદ્ધ ઠાકર દ્વારા ખાતે અમારા આપાના ઠાકરના સાનિધ્યમાં ઠાકર દ્વારાના પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ૧૦૮ કુંડાત્મક વિશ્ણુ મહાયાગનું ભાવભેર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રિદિવસીય યજ્ઞનો પ્રારંભ તા.૧૭ને બુધવારથી થશે યજ્ઞની પુર્ણાહુતિ તા.૧૯ ને શુક્રવારના રોજ થશે તા.૧૭ ના રોજ દિપ પ્રાગટય સાથે જળયાત્રા બાદ મંદિર પ્રવેશ તથા રાધા-કૃષ્ણ પુજન અને આરતી થશે. તા.૧૮ને ગુરૂવારે સાંજના ૪.૧પ કલાકે નગરયાત્રા તથા સાંજના ૬ કલાકે સાયંપુજન અને આરતી યોજાશે

યજ્ઞના તૃતિય દિવસે ગાગર બેડીયા ધ્વજાદંડનું સ્થિરકરણ,મહાન્યાસ તેમજ મૂર્તિઓનું પ્રતિષ્ઠા કર્મ અને પ્રાણપ્રતિષ્ઠા વિધી થશે તા.૧૯ નાસાંજના ૭-૧પ કલાકે દેવાયત પંડિત દ્વારા પ્રસ્થાપિત મહિમાપુર્ણ ઠાકર બાપાની જોતનું પ્રાગટય અને દર્શન થશે.

આ ધર્મોત્સવ નિમિતે અહી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું પુ. રામકૃષ્ણ શાસ્ત્રી કુંઢેલીવાળાના વ્યાસાસને આયોજન પણ કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ આગામી તા.ર૦ને શનિવારથી થશે. કથા પૂર્ણાહુતિ તા. ર૬ને શુક્રવારે સાંજના પ-૧પ કલાકે થશે. આ ધર્મોત્સવ વેળાએ તા.૧૯ને શુક્રવારે સાંજના ૩-૧પ કલાકે પૂ.સંતો-મહંતોના સામૈયા થશે. ૧૯ને શુક્રવારે તથા તા.ર૪ને બુધવારના રોજ સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે. મહોત્સવના તમામ દિવસ કુંઢેલી ગામનો ગામ ધુમાડો બંધ રાખેલ છે. દરરોજ સાંજે મહાપ્રસાદનૂં સૌ. માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મોત્સવનો લાભ લેવા મહંતશ્રી નાથાબાપુ તથા લઘુમહંત છગનભગત તેમજ સમસ્ત ભરવાડ સમાજ અને કુંઢેલી ગામ સમસ્ત દ્વારા નિમંત્રણ નાથાબાપુની યાદીમાં પાઠવવામાં આવ્યું છે.

(11:47 am IST)