Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કાલે રાહુલ ગાંધી વંથલીમાં : સાંજે સુરક્ષા બંદોબસ્તનું રિહર્સલ

કોંગ્રેસ અધ્યક્ષની જુનાગઢ, પોરબંદર અને માણાવદરના ઉમેદવારોના સમર્થનમાં સભા

 જૂનાગઢ, તા. ૧૭ : આવતીકાલે રાહુલ ગાંધી જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે આવી રહ્યા છે. અહીં તેઓ જૂનાગઢ, પોરબંદર અને માણાવદરના ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભા કરશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી રાત્રી રોકાણ સાથે ૧૮-૧૯ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ત્રણ સભા સંબોધવાના છે. તેઓ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે વંથલી ખાતે જાહેરસભાને સંબોધશે.

જૂનાગઢ જિલ્લાના વંથલી વિસ્તારને પોરબંદર લોકસભા વિસ્તાર અને માણાવદર વિધાનસભા મતક્ષેત્ર લાગુ પડે છે જેથી અહીં રાહુલ ગાંધીએ પોરબંદર તથા જૂનાગઢ સભા અને માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવવા લક્ષ કેન્દ્રીત કર્યું છે.

વંથલીમાં દિલાવરનગર ખાતે રાહુલ ગાંધીની આયોજીત જાહેરસભા અંગેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સાંજે પોલીસ તંત્ર દ્વારા રાહુલ ગાંધીની સુરક્ષા અંગે રિહર્સલ કરવામાં આવશે.

વંથલી ખાતેની રાહુલ ગાંધીની સભા દરમ્યાન સલામતી બંદોબસ્ત માટે આઇજીપી સુભાષ ત્રિવેદીની સુચનાથી એસપી સૌરભસિંઘે ચૂસ્ત પ્રબંધ કર્યો છે.

રાહુલ ગાંધી ચાર્ટડ વિમાન દ્વારા કેશોદ આવશે અને અહીં મોટર માર્ગે વંથલી પહોંચશે. (૮.૧૩)

(11:46 am IST)