Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

દ્વારકાનાં રામ મંદિરોમાં રામ જન્મોત્સવની ઉજવણી :

દ્વારકાઃ રામનવમીનાં દિને દ્વારકા શ્રી રામધામ બની ગયું હતું. દ્વારકાધીશ મંદિરમાં ભગવાનની ખાસ શ્રીનાથજીની આરતી સાથે ઉત્સવ દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો જયારે સદીઓ પુરાણા ઐતિહાસિક શ્રી રામ મંદિર જે ભથાણા ચોકમાં આવેલ છે ત્યાં પણ શહેર તથા ગ્રામવાસીઓ ભગવાનશ્રી રામના દર્શન કરી પૂજા અર્ચન કર્યા હતા. દ્વારકા સકિર્તન મંદિર પ્રેમ ભીક્ષુજી મહારાજ પ્રેરીત સંકુલમાં પણ ભાવિકોની ભીડ જામી હતી અને રામ જન્મોત્સવના વધામણા થયા હતા નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા પણ નિકળી હતી. દ્વારકાના ચોકમાં આવેલ રામ સ્તંભ ઉપર આવેલ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને જાનકીજીની પ્રતિમાનું શાસ્ત્રોકત વૈદિક મંત્રોચ્ચાર સાથે પંડિત સાતાભાઇએ ભાવિકોને પૂજન કરાવ્યું હતું. શિવમ ગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રુમખ ઇશ્વરભાઇ ઝાપટીયા દ્વારા ભાવિક ભકતજનોને પ્રસાદ તથા છાશ વિતરણ કરાયું હતું. પાલિકા પ્રમુખ જીતેષ માણેક ઉપ પ્રમુખ પરેશ ઝાપટીયા, રસીકભાઇ દાવડા,બચુભાઇ વિઠલાણી, કનુભાઇ હિંડોચા, ચંદુભાઇ બારાઇ, શૈલેષ રાય મગીયા, રમણભાઇ સામાણી, વિનુભાઇ સામાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:44 am IST)