Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા સર્વરોગ કેમ્પઃ

ચલાલાઃ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, તથા જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલીના સંયુકત ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ કેમ્પનો શુભારંભ મંગલ દિપના પ્રાગટયથી થયો હતો. આ પ્રસંગે સંસ્થાના વડા શ્રી રતિદાદા, મંજુબા તથાતમામ ડોકટરશ્રીઓ દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતુ. આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી જે પૈકી ૬૮ દર્દીઓને શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઇ જઇ અને ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્યે બેસાડવામાં આવી હતી. દંતયજ્ઞમાં ડો.ભૂમિબેન દ્વારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્યે પુરી આપવામાં આવી હતી. સર્વરોગ કેમ્પમાં ડો.પિયુષભાઇ, ડો.પ્રકાશભાઇ, ડો.આરતીબેન, ડો.અંજનાબેન તથા ડો.ક્રિષ્નાબેન દ્વારા બધા દર્દીઓને તપાસ કરી દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. સાથે રોગોની અકસીર દવા એવોઉકાળો પણ તમામ દર્દીઓને પીવડાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના વડાશ્રી રતિદાદા, મહેશભાઇ, મેહુલભાઇ, મંજુબા, શિતલબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી. દિકરીઓને અભ્યાસ માટે કોલેજનો ર૦૧૯ નવા સત્રથી શુભારંભ. બી.એ. તથા બી.કોમ.નું નવા સત્રથી એડમીશન કાર્ય શરૂ થયેલ છે. કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો તે તસ્વીર.

(11:43 am IST)