Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ધોરાજી નગરપાલીકા ના સતાધીશો, કોન્ટ્રાકટરો, અધિકારીઓ વિગેરે વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ

બેદરકારીથી રસ્તામાં ખાડા ખોદી મોત નિપજાવવા અંગે

ધોરાજી તા ૧૭ :  ધોરાજી નગરપાલીકાના સત્તાધીશો, કોન્ટ્રાકટરો, પી.ડબલ્યુ.ડી. ના અધિકારીઓ વિગેરે સામે બેદરકારીથી મોત નીપજાવવાની ફરીયાદ નોંધવા ધોરાજી કોર્ટે હુકમ કરેલ છે.

ધોરાજી શહેરમાં રોડ રસ્તા બાબતે નગરપાલીકાના સત્તાધીશો તથા પી.ડબલ્યુ.ડી. ના અધિકારીઓ તથા ભુગર્ભ ગટરના કોન્ટ્રાકટરો વિગેરેઅ ે ઘોર બેદરકારી રાખેલ જેને લઇને આજસુધી ધોરાજીની પ્રજા ખુબજ યાતના ભોગવી રહી છે, અને ધોરાજી નગરપાલીકાના સત્તાધીશો અને રાજકીય નેતાઓને માત્ર ચુંટણી સમયેે જ પ્રજા યાદ આવે છે. પરંતુ પ્રજાના હીતલક્ષી કામ કરવામાં કોઇન ે પડી નથી અને આવી બેદરકારીને લઇને રોડ રસ્તા સમયસર ન બનાવતા માત્ર ખોદકામ કરીને રાખી દીધેલ હોય આવા રસ્તા પરથી લોકો અવરજવર કરતા હોય  અન ે યાતના વેઠતા હોય ધોરાજીની પ્રજા પારાવાર મુશ્કેલી સહન કરી રહી  છે, અને  ગત તા. ૬/૯/૨૦૧૭  ના રોજ ધોરાજીના નાનજીભાઇ કુરજીભાઇ વસ્તપરા જમનાવડ રોડ પર પોતાનું મોટર સાયકલ લઇને નીકળેલ, પરંતુ ધોરાજી શહેરના સત્તાધીશો અને પી.ડબલ્યુ.ડી. ના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો તથા ભુગર્ભ ગટરના કોન્ટ્રાકટરો એ જે માનવ  જીંદગી જોખમાય તેવી બેદરકારી રોડ રસ્તાના કામમાં રાખેલ  તેનો ભોગ નાનજીભાઇ બનેલ અને બાઇક  સ્લીપ થતાં ઘટના સ્થળેજ માથામાં ગંભીર ઇજા થવાથી નાનજીભાઇનું અવસાન થયેલ.

આ અંગેની ફરીયાદ નાનજીભાઇના ભાઇ  કિશોરભાઅઇ એ ધોરાજી પો.સ્ટે. માં કરવા છતાં પોલીસે ફરીયાદ ન નોંધી, જેથી કિશોરભાઇ એ ધોરાજી કોર્ટમાં નગરપાલીકાના તત્કાલીન પ્રમુખ કે.પી. માવાણી, ચીફ ઓફીસર દવે, પી.ડબલ્યુ.ડી. ના જવાબદારો તથા ભુગર્ભ ગટરના કોન્ટ્રાકટરો વિરૂધ્ધ બેદરકારીથી પોતાના ભાઇનું મોત નીપજાવવા ફરીયાદ કરતા અદાલતે પોલીસનો રીપોર્ટ તથા ફરીયાદ પક્ષની દલીલ સાંભળી આજરોજ ધોરાજી પોલીસને  ફરીયાદીની ફરીયાદ કિ.પ્રો.કો. કલમ-૧૫૬(૩) અન્વયે મોકલી ફરિયાદ નોંધવા અને તેનો રીપોર્ટ એક માસમાં અદાલતમાં  રજુ કરવા આદેશ ફરમાવેલ છે. આ કામમાં   ફરીયાદી વતી વકીલ શ્રીચંદુભાઇ પટેલ રોકાયેલ છે.

આગામી દિવસોમાં ચુંટણી નજીકમાં જ હોય અને જે તે સમયમાં સત્તાધીશો, અધિકારીઓ તથા જવાબદારો વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ-૩૦૪   વિગેરે અન્વયે ફરીયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં ખડભડાટ મચી ગયેલ છે.

(11:39 am IST)