Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ભાવનગર પીએનઆર સોસાયટી ફેમીલી ફોરમના ઉપક્રમે એક શામ સુરો કી શામ કાર્યક્રમ સંપન્ન

ભાવનગર તા.૧૭: કર્મચારી કલ્યાણ અંતર્ગત પી.એન.આર.સોસાયટીના ફેમિલી ફોરમના ઉપક્રમે, જૂના-નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ, નટરાજ કોલેજ ખાતે, તા.૧૪-૪ના રોજ યોજાયેલ જેમાં સુવિખ્યાત 'સૂર સંસ્કૃતિ ગ્રુપ'ના ગાયક કલાકારો શ્રી નયનબાબુ ભલાણી, શ્રીમતી મીનાબેન ભલાણી, શ્રી પી.ઝેડ નાથાણી, શ્રી રૂજીતા ભલાણી અને સંગીતકારો શ્રી જલદિપભાઇ શાહ અને દેવેન્દ્રભાઇ મહેતાએ ઉપસ્થિત સૌ કોઇને મસ્તીમાં ડોલાવી દીધા હતા.

આ પ્રસંગે કલાકારોને પુષ્પગુચ્છ, શાબ્દિક સ્વાગત તથા સ્મૃતિ ચિન્હ અર્પણનું કાર્ય, સંસ્થાના માનદ મંત્રી  શ્રી કિરીટભાઇ રાઠોડ દ્વારા કરાવવામાં આવેલ આ કાર્યક્રમમાં સંગીત જગતના અગ્રણીઓ સર્વશ્રી ડો.કમલેશ આવસત્યી, શ્રી રાજેશ વૈશ્નવ (સુરીલી સાંજ), શ્રીમતી પદમજાબેન (વોઇ, ઓફ મુકેશ-લંડન),શ્રી ધીરેનભાઇ વૈશ્નવ તથા સંસ્થાના હોદેદારો સર્વશ્રી મફતભાઇ શાહ, શ્રી હર્ષકાંતભાઇ રાખશિયા, શ્રી ધીરૂભાઇ ધંધુકિયા, શ્રી મહાસુખભાઇ જકડિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના માનદ મંત્રી શ્રી કિરીટભાઇ રાઠોડ અને તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

(11:36 am IST)