Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ભાવનગર પોલીસે ગાંધીનગરમાં ચોરાયેલ બાઈક સાથે ચોરને ઝડપી લીધો

ભાવનગર, તા.૧૭: ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ એ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં વાહન ચોરી નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આધારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહરે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ઙ્ગહે.કો. ભયપાલસિંહ ચુડાસમા તથા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયાની સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે હલુરીયા ચોક થી ક્રેસન્ટ તરફ જતા રોડ ઉપર પુર્ણિમા સ્ટુડીયોની બાજુમા એક ઇસમ કાળા કલરનું પેન્ટ તથા ટીર્શટ પહેરી ઉભો છે. તે ઇસમ પાસેનું મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું છે. અને ચોરી કરી લાવેલ છે. તેવી હકિકત આદ્યારે પંચો સાથે વોચમાં રહેતા દરમ્યાન બાતમી વાળો ઇસમ મો.સા. સાથે નિકળતા તેને રોકી તેનું નામ સરનામું પુછતા અતુલ ઉર્ફે તોફીક ઇકબાલભાઇ મુલતાણી/પિંજારારહે. ભાવનગર સાંઢીયાવાડ લીંમડી વાળી સડક મુળ ગામ - બોટાદ હરણકુઇ વાળો હોવાનું જણાવતા તેની પાસેના મો.સા.સુઝુકી કંપનીનું જીક્ષર નંબર પ્લેટ વગરનું મળી આવતા કાગળો માંગતા નહી હોવાનું જણાવતા અને આદ્યાર પુરાવા રજુ કરવા જણાવતા ફર્યુ ફર્યુ બોલતા અને આદ્યાર પુરાવો રજુ નહી કરતા સદરહું મો.સા. શકપડતી મિલ્કત ગણી C R P C -૧૦૨ મુજબ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમને C R P C -41(૧) ડી મુજબ દ્યોરણ સર અટકાયત કરી મજકુરની વિશેષ પુછપરછ કરતા સદરહું મો.સા. તેણે ગાંદ્યીનગર સેકટર-૨૫ માંથી ત્રણ માસ પહેલા ચોરી કરેલાની કબુલાત કરતા તેના વિરૂધ્ધમાં કાગળો તૈયાર કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં I/C પો.ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં A.S.I. પરાક્રમસિંહ બી.ગોહિલ તથા હેડ કોન્સ. ભયપાલસિંહ ચુડાસમા તથા પો.કોન્સ.રાજેન્દ્રસિંહ સરવૈયા તથા,ઇમ્તીયાઝ પઠાણ, વિઠ્ઠલભાઇ બારૈયા,ચિંતનભાઇ મકવાણા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:36 am IST)