Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

મુળી પંથકમાં ૧૫ મિનીટમાં અડધો ઈંચ વરસાદઃ ધ્રાંગધ્રા નજીક ફાટક પડતા મહિલાનું મોત

વઢવાણ, તા. ૧૮ : મૂળી તાલુકાના સરા દાધોળીયા વેલાળા રાણીપાટ જેપર ખંપાળીયા સહીત વિસ્તારમા સવારથીજ વાદળછાયુ વાતાવરણ અને છુટા છવાયા છાટા પડતા હતા એકાએક બપોરના ૨ કલાકે વાતાવરણ પલટાતા જોરદાર પવન સાથે ધુળની ડમરી ઉડતા લોકોમા ભયનો માહોલ છવાયો હતો ગાજવીજ અને પવનના સુસવાટા સાથે પંદર મિનિટમા અડધા ઇચ જેટલો કરા સાથે કમોસમી વરસાદ વરસી પડયો હતો. ધ્રાંગધ્રાથી ૪ કિ.મી. દૂર આવેલ હેલો ફાટક તૂટી પડતા એક મહિલાનું મોત નિપજયું હતું.

પવનની તેજગતિના કારણે સરા- વિરપર ચોકડીએ નાના ધંધાર્થીઓના છાપરા અને પતરા ઉડી ગયા હતા દાધોળીયા ગામે તોતીગ વૃક્ષ જમીનદોસ્ત બની ગયુ હતુ જેપરગામે મકાનના નળીયા ઉડી ગયેલ હતા જયારે વેલાળા (ધ્રા) ગામે સરપંચ ધીરૂભાઇ ઝેઝરીયાની વાડીમા બાધેલી ભેસ પર આમલીનુ ઝાડ પડતા ભેસનુ મોત થતા આર્થિક નુકશાની વેઠવી પડી હતી સરાગામના મહેશભાઇ પટેલની વાડીએ ટ્રેકટર પર જાબુડા નુ વૃક્ષ પડતા નુકશાન થયેલ હતુ પીજીવીસીએલ તંત્રના ઇજનેર એ.બી.ગામીતે જણાવ્યા મુજબ પવન ની તેજ ગતિના કારણે સરા વિસ્તારના ખેતીવાડી વિસ્તારમા અંદાજે ૫૦ જેટલા વિજપોલ ટીસી વિજવાયરો ધરાસયી બનતા પીજીવીસીએલ તંત્રને પણ મોટુ નુકશાન થયેલ છે સર્વેની કામગીરી કર્યાબાદ નુકશાનીની વધુ વિગતો મળશે હાલ છ થી સાત ટુકડીઓ સરા વિસ્તારમા રાબેતા મુજબ વિજપુરવઠો મળે તે માટે ઝડપી કામગીરી કરી રહયા છે પવનની થપાટે વરિયારી જુવાર બાજરીના પાકોનો પણ સોથ નિકળતા ખેડુતોને પડયા પર પાટુ સમાન છે. આમ પંદર મિનિટ આવેલ આંધી તુફાનમા સરા વિસ્તારમા વ્યાપક નુકશાની વેઠવી પડેલ છે.

(11:33 am IST)