Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

હળવદઃ માલણીપાદ ગામે ઘઉના ખેતરમાં વિજ વાયરનો તણખો પડતા આગઃ એક લાખનું નુકશાન

પીજીવીસીએલની બેદરકારીનો ભોગ બનતા ખેડૂતો

હળવદ, તા.૧૭: તાલુકામાં અવારનવાર વિજ વિભાગની બેદરકારીના હિસાબે વિજ વાયર તેમજ તણખલાઓ પડી ખેડુતોની તૈયાર થયેલી જણસ સળગીને ખાખ થઈ જાય છે જેમાં આજે મોડી સાંજે હળવદના માલણીયાદ ગામે ઘઉં કાપેલા ખેતરમાં વિજ વાયરમાથી તણખલો પડતા આગ ભભૂકી ઉઠી હતી અને અંદાજે એક લાખથી વધારેનુ નુકસાન થવાનું અનુમાન છે.

હળવદ તાલુકામાં આજે સવારથી જ ભારે પવન સાથે વાદળ છાયુ વાતાવરણ રહેવા પામ્યું હતું જેમાં મોડી સાંજે તાલુકાના નવા માલણીયાદ ગામે જીવતો વિજ વાયર તુટી પડતા દોડધામ મચી જવા પામી હતી જયારે બીજી તરફ વાડીમાં વિજ વાયરના તણખલાઓ પડતા આગ ભભૂકી ઉઠી હતી. નવા માલણીયાદ ગામે આજે મોડી સાજે લાગેલી આગમાં ખેડુતોના સબમર્શીબલ, કેબલ,પાઈપલાઈન સહિત સળગી ઉઠતાં અદાજે એક લાખથી વધારેનુ નુકસાન થવા પામ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છેકે હળવદના સુંદરીભવાની ગામે ૬ વિધાના દ્યઉ અને રણજીતગઢ ગામે ૨૩ વિધાના દ્યઉ પણ પીજીવીસીએલની બેદરકારીના હિસાબે જ સળગી ઉઠ્યાં હતાં ત્યારે અવારનવાર પીજીવીસીએલની બેદરકારીનો ભોગ બનતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની જવા પામી છે ત્યારે આજે ફરી વિજ વાયરના તણખલા પડતા નવા માલણીયાદ ગામે આગ ભભૂકી ઉઠી હતી સદનસીબે ખેડુતે દ્યઉનો પાક પકવીને ખેતર ખાલી કરીને રાખ્યું હતું પરતું જો ઘઉનો પાક ઉભો હોત તો ખેડૂતને નુકશાની વેઠવી પડે અને પાયમાલ થવાનો ખતરો ઉભો થયો હતો.

(11:32 am IST)