Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કચ્છમાં મોસમે બદલેલા મિજાજથી હજુ પણ ફુંકાય છે પવન

ભુજ તા.૧૭: ગઇકાલે મોસમે બદલેલા મિજાજની અસર કચ્છભરમાં અનુભવાઇ હતી, જો કે,વરસાદની વાત કરીએ તો, રાપર, ભચાઉ સહિત વાગડ પંથકમાં મોટા મોટા કરા સાથે માવઠું પડયું હતું.

તો લખપત, અબડાસા, વિસ્તારમાં અનેક જગ્યાએ ઝરમર ઝરમર વરસાદ પડયો હતો. પણ, ગઇકાલના વેગિલા પવનોની અસર આજે પણ કચ્છમાં વરતાઇ રહી છે., પવનની ઝડપી વધી છે. તો, ધૂળની ડમરીઓના કારણે આકાશ ધૂળથી ઢંકાઇ ગયું છે.મોસમના બદલેલા મિજાજથી પાકને નુકસાન થતા ખેડુતોની ચિંંતા વધી છે. જયારે આકાશમાંથી થતી અગનવર્ષામાં પવન અને ઠંડકના કારણે તાપમાન ઘટતા  લોકોને થોડી રાહત મળી છે.

(11:31 am IST)