Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સેક્રેટરી શ્રી પી.કે.સિન્હા સાથ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલ્વેના મહામંત્રી ડો. એમ. રાઘવૈયા દ્વારા મીટીંગ દિલ્હી ખાતે રેલ ભવનમાં યોજાઇ

ભાવનગર તા ૧૭ :  શ્રી જે.જી.માહુરકર, રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ એન.એફ.આઇ.આર. અને મહામંત્રી વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના જણાવ્યા મુજબ રેલ્વેભવન ખાતે ભારત સરકારના સેક્રેટરી શ્રી પી.કે.સિન્હા સાહેબ સાથે સ્ટાફ સાઇડના લિડર અને એન.એફ.અખાઇ.આર. ના મહામંત્રી શ્રી ડો. એમ.રાઘવૈયા જેસીએમ (નેશનલ કાઉન્સીલ) ની મીટીંગ તા. ૧૩/૪/૨૦૧૯ નારોજ કેન્દ્રિય કર્મચારીઓ અને રેલ કર્મચારીઓને સ્પર્શતા વિવિધ પ્રશ્નોની રજુઆત કરેલ. હાલમાં રેલ્વેમાં કામ કરતાં લોકો પાઇલટ, આસિસ્ટન્ટ લોકો પાઇલોટ તથા ગાર્ડસ વિગેરેને મળતા કિલોમીટરેજ એલઉન્સ રેટના સ્રવસજનમાં વિલંબને કારણે ભારતીય રેલ પર રનીંગ સ્ટાફમાં પ્રવર્તી રહેલ આક્રોશ અંગે  કેબીનેટ સેક્રેટરીનું ધ્યાન આકર્ષિત કરેલ તેમજ રેટ રીવીજન તાત્કાલીક કરવા માટે માંગણી કરેલ. આ અંગે કેબીનેટ સેક્રેટરીએ કીલોમીટરેજ એલાઉન્સનું રીવીજન તાત્કાલીક કરવા માટેનું આશ્વાસન આપેલ. આ ઉપરાંત નીચેના મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરેલ.

. મિનીમમ વેતન ૧૮૦૦૦ રૂતિયાથી વધારવું અને ફિટમેન્ટ ફોર્ર્મૂલામાં સુધારો કરવો

નવી પેન્સન સ્કીમ રદ્ કરવી અને તમામ માટે જૂની પેન્શન સ્કીમનો અમલ કરવો.  છઠ્ઠા પગારપંચમાં  રહેલ   વિસંગતાઓ દૂર કરવી. ટેકનિશ્યન ગ્રેડ-।। (ગ્રેડ પે ૨૪૪) ને ટેકનિશ્યન ગ્રેડ-। (ગ્રેડ પે ૨૮૦૦) માં મર્જ કરવો.રનીંગ સ્ટાફને ગ્રેડ પેમાં થઇ રહેલ અન્યાયનો દુર કરવો. ગ્રેડ-પે ૪૬૦૦ ને અપગ્રેડ કરી ગ્રેડ-પે   ૪૮૦૦ કરવો.MACP ની સ્કીમની વિસંગતાઓ તેમજ સાતમા પગારપંચ દ્વારા કરવામાં આવેલ નકારાત્મક બેંચ માર્કની ભલામણને  દુર કરવી. ૩૩૩૫ ગૃપ-સી ની પોસ્ટ ગૃપ-બી માં અપગ્રેડ કરવીફ

સેફટી કેટેગરીમાં રહેલ એક લાખ જગ્યાઓ તુરત ભરવી

(11:31 am IST)