Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

તળાજા-મહુવા હાઇ-વે પરની હોટલ પાછળ ટેન્કરમાંથી સીમેન્ટની ઉઠાંતરીના રેકેટનો પર્દાફાશ :પાંચ પકડાયા

સિમેન્ટની થેલીઓ સહીત 23,67 લાખથી વધુનો મુદામાલ જપ્ત

તળાજા મહુવા હાઇવે પર એક હોટલ પાછળ ટેન્કરમાંથી સિમેન્ટની ઉઠાંતરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે આર,આર,સેલ દ્વારા પોલીસે પાંચ શખ્શોને 23,67 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા છે

 ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષક અશોક કુમાર રેન્જના જીલ્લાઓમાં હાઇવે ઉપરની હોટલો ઉપર હાઇવે ઉપરથી નીકળતા મોટા વાહનોમાંથી ચીજવસ્તુની ઉઠાંતરી થતી હોવાનુ ધ્યાને આવતા આ આ પ્રવૃતિ સદંતર બંધ કરવા  ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જે અંતર્ગત ગત રાત્રીના આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર સાથે આર.આર.સેલના સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

  દરમ્યાન મળેલ બાતમી આધારે તળાજા-મહુવા હાઇવે હોટલ ઠાકરધણી એન્ડ રેસ્ટ્રોરેન્ટ ખાતે રેઇડ કરતા હોટલની પાછળના ભાગે હોટલના માલીક તથા ટેન્કરોના ડ્રાઇવરો ભુરાભાઇ રામભાઇ ભુવા જાતે-આહીર (ઉ.વ.૪૦) ( રહે,પાદરી (ભંમર), નારણભાઇ છગનભાઇ મકવાણા ( ઉ.વ.૨૨ ) ( રહે.કથીવદર, હકાભાઇ આતુભાઇ સોલંકી)  ઉ.વ.૨૩) ( રહે.કથીવદર, આઇદાનરામ સોનારામ ચૌધરી જાટ (ઉ.વ.૨૨) ( રહે.કરણાભુકા,) બાબુભાઇ રામભાઇ મકવાણા ( ઉ.વ.૩૪) (રહે.મુળગામ-ભુંડણી,દુર્લભનગર નાથાભાઇ આહીરના મકાનમાં ભાડેથી વાળાઓને ટેન્કરમાંથી કાઢેલ સીમેન્ટની થેલીઓ તથા ટેન્કરમાં રહેલ સીમેન્ટ સહિત કુલ-૫૯,૯૦૦ કિલો સીમેન્ટ તથા ટેન્કર-૨ તથા સીમેન્ટ કાઢવામાં ઉપયોગમાં લીધેલ સાઘનો તથા મોબાઇલ ફોન સહિત કુલ ૨૩,૬૭,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી સરકાર તરફે ફરીયાદ આપી દાઠા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

  આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર, એ.એસ.આઇ. પી.આર.સરવૈયા, હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ, બાબાભાઇ આહીર, જીતેન્દ્રસિંહ જાડેજા, પોલીસ કોન્સ. એજાજખાન પઠાણ, નિતીનભાઇ ખટાણા તથા સોહીલભાઇ ચોકીયા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી જોડાયા હતા.

(11:11 am IST)