Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ભાવનગર ;સીદસર મેઘાણીનગર હાઉસિંગ બોર્ડના રહીશોની પ્રાથમિક સુવિધા નહિ મળે તો મતદાન બહિષ્કારની ચીમકી

૧૩૦૦ મકાન ધરાવતી આ સોસાયટીમાં રહીશોને પ્રાથમિક સુવિધા આપવા માંગ

ભાવનગર : સીદસર મેઘાણીનગરના હાઉસીંગ બોર્ડનાં વસાહતીઓ દ્વારા લાંબા સમયથી રોડ, ગટર, પાણી સહિતની પ્રાથિમક સુવિધાની માંગ કરવામાં આવી રહી છે અને હાલનાં ઉનાળાનાં સમયમાં પાણીનો કકળાટ ચાલી રહ્યો છે. ત્યારે ૧૩૦૦ મકાન ધરાવતી આ સોસાયટીમાં રહીશોએ પ્રાથમિક સુવિધા નહીં અપાય તો મતદાનનો બહિષ્કાર કરવાના બેનરો લગાવી દીધા છે અને લોકો એ રોષભેર રજૂઆતો પણ કરી હતી

(11:00 am IST)