Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ઉનાના પોૈરાણિક સ્વામિનારાયણ મંદિરે રામનવમીએ સુવર્ણથી મઢેલા સિંહાસન અને દરવાજાનું ઉદ્દઘાટન

સ્વામિનારાયણ તથા રામ જન્મોત્સવની ઉજવણીમાં ૧૦ મણ ગુલાબોની પાંખડીથી અભિષેક

ઉના તા.૧૭: પૌરાણિક સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો હતો તથા રામ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઇ આ અવસરે સુવર્ણથી મઢેલ સિંહાસનો તથા દરવાજાનું ઉદ્દઘાટન કરી ૧૦ મણ ગુલાબનાં ફુલોની પાંખડીઓથી અભિષેક કરાયો.

૧૦૦ વર્ષ જુનું પૌરાણિક સ્વામિનારાયણ મંદિરે શતાબ્દી વર્ષની ઉજવણી મંદિરના પ્રમુખ શાસ્ત્રી સ્વામી માધવદાજીની નિશ્રામાં ઉજવણી ચાલી રહી છે.

હરિભકતોનાં સહકારથી મળેલ સોનાના દાન માંથી મંદિર પ્રતિષ્ઠા પામેલા અને ખુદ સ્વામિનારાયણ ભગવાને પધારી પૂજા અર્ચના કરેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ વિગેરે દેવોને સુવર્ણથી મઢેલ સિંહાસનો તથા સુવર્ણથી મઢેલ દરવાજાનો ઉદ્દઘાટન સમારોહ રામનવમી અને ઘનશ્યામ મહારાજનાં  ૨૩૮માં જન્મ ઉત્સવ નિમિતે સવારે ૭થી બપોર ૧૨ સુધી ૧૦ મણ ગુલાબની પાંખડીઓથી અભિષેક કરવામાં આવેલ હતો.

કોઠારી સ્વામી શાસ્ત્રી રામસ્વામી કોઠારી સ્વામી ધર્મનંદન સ્વામી, પૂ. ભગવત પ્રકાશ સ્વામીએ અભિષેક કરતાં હજારો હરિભકતો ધન્ય બન્યા હતા. બપોરે રામ જન્મ ઉત્સવ તથા રાત્રીના ઘનશ્યામ મહારાજનો ઉત્સવ ઉજવાયેલ હતો. આરતી કરી તમામ હરિ ભકતોને પંજરી, પંચામૃત પ્રસાદ તથા ફળાહારનાં પેકેટ આપ્યા હતા. ખાંભા ગુરૂકુળમાં હરિદાસસ્વામી, વિષ્ણુસ્વામી, મહુવા ગુરૂકુળનાં વ્યવસ્થાપક પુરાણી સ્વામી, ભકિતમયદાસજી હાજર રહી આશિર્વાદ આપ્યા હતાં.

(10:26 am IST)