Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

આદિત્યાણામાં ડબલ મર્ડરના ૫ આરોપીઓને ૧૫'દીના રિમાન્ડની માંગણી કોર્ટમા રજ

ડબલ મર્ડર બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બરડા ડુંગરમાં છુપાયેલા આરોપીઓને પકડી પાડયાં

પોરબંદર તા.૧૭: આદિત્યાણામાં નગરપાલિકાની ચૂંટણીના જુના વેરઝેરથી ભાજપના નગરસેવક મેર હાજા ખુંટી અને મિત્ર મેર કાનાની છરી અને પાઇપ વડે હુમલો કરી બન્નેની હત્યાં કરનાર પાંચેય આરોપીઓને પોલીસે પકડી પાડયા બાદ તેઓને ૧૫ દિવસના રિમાન્ડની માગ કરી સાથે પોરબંદર કોર્ટમાં સાંજ સુધીમાં રજુ કરવામાં આવશે.

ડબલ મર્ડર બાદ નાસી ગયેલ પાંચેય આરોપીને બરડા ડુંગરમાંથી પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયાં હતાં.

ડબલ મર્ડર કેસમાં આરોપીઓ (૧) વિંજા રામદે મોઢવાડીયા, (૨) હમીર બાલુ મોઢવાડીયા, (૩) કરણ કેસુ ટુકડીયા, (૪) કાના બાલુ ઓડેદરા, (૫) માલદે ગીગા ઓડેદરા. પાંચ શખ્સોની બરડા ડુંગરના પેટાળમાં આવેલ ગોઢાણા ચેક પોસ્ટ પોલીસ ચોકી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીઓને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર બસીયા પો.સબ.ઇન.પે. ભારાઇ પો.સ.ઇ. ચુડાસમા, પો.હેઙ કોન્સ્ટેબલ જેઠાભાઇ મોઢવાડીયા તથા સમીરભાઇ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. આરોપીઓને પકડી રાણાવાવ પોલીસ સ્ટેશન તરફ લઇ જવામાં આવેલ હતા.

(1:11 pm IST)
  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST

  • ''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST

  • જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST