News of Tuesday, 17th April 2018

બાલાચડીની સૈનિક સ્કુલ દ્વારા પદગ્રહણ સમારોહ

જામનગરઃ સૈનિક સ્કુલ, બાલાચડી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટેના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બ્રિગેડિયર અર્જુન સેગન, એસ.એમ. કમાન્ડર. ૩૧ ઇન્ફ્રેન્ટ્રી બ્રિગેડ જામનગર દ્વારા શોૈર્યસ્થંભ શહિદ સ્મારક ખાતે ફુલહાર કરાયા હતા.

પ્રિન્સિપાલ ગૃપ કેપ્ટન રવીન્દર સિંહે મુખ્ય અતિથિનું સ્કુલના મુખ્ય સભાખંડમાં શાબ્દીક સ્વાગત કરતા પસંદગી પામેલ સ્કુલ કેપ્ટન સહિત શૈક્ષણિક રમત-ગમત, સાંસ્કૃતિક અને છાત્રાલય વિભાગના કેપ્ટનોએ પદગ્રહણ કર્યા હતા. કેપ્ટનોની પસંદગી નિયમિતતા, શિસ્ત, નૈતિક મૂલ્યો, હકારાત્મક વલણ, રમત-ગમત પ્રવૃતિ નેતૃત્વના ગુણ વગેરેના આધારે કરવામાં આવી હતી. તસ્વીરોમાં પદગ્રહણ કરતા કેપ્ટનો તથા ઉપસ્થિત અધિકારીઓ દર્શાય છે. (તસ્વીર-અહેવાલઃ મુકુન્દ બદિયાણી જામનગર)

(1:10 pm IST)
  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST

  • દેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST