Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

જસદણની સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી સર્જન ડોકટરની જગ્યા ભરાતી નથીઃ દર્દીઓના બેડની સંખ્યા ઓછી

જસદણ તા.૧૭: સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી ડોકટરો અને પથારીઓની સંખ્યા ઘટતી હોવાથી આ અંગે ગુજરાતના આરોગ્ય મુખ્ય સચિવને હુસામુદીનભાઇ કપાસીએ લેખિત રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે શહેર અને તાલુકાના ગામોને રાહતરૂપ બનતી સરકારી હોસ્પિટલમાં વર્ષોથી એકપણ કાયમી ધોરણે એમએસ ઓર્થોપેડીક જેવા અનેક ડોકટરો તથા પથારીની  સંખ્યા ઓછી હોવાથી શહેર અને તાલુકાનાં દર્દીઓએ ફરજીયારત રાજકોટ શહેર જવું પડે છે.

વર્ષોથી આ ઘટ હોવા છતાં તંત્ર દ્વારા ઓરમાયું વર્તન થતું હોવાથી ગરીબ દર્દીઓને ફરજીયાત સમય અને પૈસાનો દુરઉપયોગ સાથે જીવ પણ જોખમમાં મુકાઇ છે.ભુતકાળમાં આ બાબતે અનેક રજુઆત થઇ પણ પરીક્ષા લેવાતી નથી. એમ એ ફકત એક ડોકટર અને પથારીની સંખ્યા વધારવા માંગણી ઉઠી છે.

(11:34 am IST)