Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

દ્વારકા મંદિરે યાત્રીઓએ રેલિંગમાં એક મીટર જગ્યા રાખવી પડશે : ધ્વજા ચડાવવા માટે 25 યાત્રીઓની મર્યાદામાં આવવું : કલેકટરની જાહેરનામું

બેટ દ્રારકા જતી બોટમાં કેપેસિટીના 50 ટકા જ યાત્રીઓ બેસાડવા’: હોટલ,રેસ્ટોરન્ટમાં આવતા વિદેશી યાત્રીઓની જાણ કરવી પડશે

દેવભૂમિ દ્વારકામાં કોરોના વાયરસને લઈને તકેદારીના પગલાં લેવાયા છે જગત મંદિરે દર્શને આવતા યાત્રાળુઓ માટે ખાસ સાવચેતીના પગલાંરૂપે કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે

       કોરોના વાયરસને લઈ દેવભૂમિ દ્રારકાના કલેક્ટરનું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં મંદિરમાં આવતા યાત્રીઓએ રેલિંગમાં 1 મીટર જગ્યા રાખવાનું સૂચન કરાયું છે સાથોસાથ ધ્વજ  ચડાવતા યાત્રીઓએ 25ની મર્યાદામાં આવવાનો ઉલ્લેખ કરાયો છે ઉપરાંત ‘બેટ દ્રારકા જતી બોટમાં કેપેસિટીના 50 ટકા જ યાત્રીઓ બેસાડવા જણાવાયું છે અને  હોટલ,રેસ્ટોરન્ટમાં આવતા વિદેશી યાત્રીઓની જાણ કરવી પડશે

(8:06 pm IST)