Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

રાજકોટની સોનુ ડાંગર અને બાલસીંગ બોરીચાનો વડોદરા જેલમાંથી કબ્જો મેળવતી અમરેલી પોલીસ

અમરેલી, તા. ૧૭ :  સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રજી. થયેલ ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (G.C.T.O.) એકટ ૨૦૧૫ ના ગુન્હાના આરોપીઓ સોનુ ડાંગર અને બાલસીંગ બોરીચાનો વડોદરા મધ્યસ્થ જેલમાંથી અમરેલી પોલીસે કબજો મેળવ્યો છે.

જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય ની સુચના અને માર્ગદર્શન મુજબ  અમરેલી એલ.સી.બી. ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા  દ્વારા અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, અમદાવાદ શહેર અને પાટણ જિલ્લામાં વિશેષ ગેંગ બનાવી, પોતાનું નેટવર્ક ઉભું કરીને ખુન, ખુનની કોશીષ, અપહરણ, સામાન્ય પ્રજાને ધાક ધમકી આપી, ખંડણી ઉદ્યરાવવાનુ તેમજ ગેરકાયદેસર ઉંચા વ્યાજે નાણા ધિરધાર કરી, પઠાણી ઉદ્યરાણી કરી, સ્થાવર મિલ્કત પડાવી લેવાના ગુના તથા નશાબંધી ધારા ભંગના ગુના આચરનાર તથા ગેરકાયદેસરના ફાયર આમ્ર્સ હથિયારોની હેરા-ફેરી તથા આંતર રાજય તસ્કરી અને અનઅધિકૃત વિસ્ફોટકો રાખવાના ગુના તથા સરકારી જમીન ઉપર દબાણ કરી બાંધકામ સહિતના  ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતી સંગઠીત ટોળકી  વિરૂધ્ધ જરૂરી રેકર્ડ અને પુરાવાઓ એકત્રિત કરી,  ભાવનગર રેન્જ વડા શ્રી.અશોક કુમાર યાદવ સાહેબ  ની મંજુરી મેળવી, શ્રી.સરકાર તરફે ફરિયાદ આપી  સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૦૦૧૫૧/૨૦૨૦ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ (G.C.T.O.) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(૧) તથા કલમ-૩(૧) ની પેટા(ર) તથા કલમ-૩(ર) તથા કલમ-૩(૩) તથા કલમ-૩(૪) તથા કલમ-૩(૫)  મુજબનો ગુન્હો ગઇ તા.૦૯/૦૩/૨૦૨૦ ના રોજ રજી. કરાવવામાં આવેલ છે.

ગુજરાત રાજયમાં બીજી વાર અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ વખત  અમરેલી જિલ્લામાં ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠીત ગુના નિયંત્રણ કાયદો ૨૦૧૫ મુજબ સંગઠીત ગુન્હા કરતી ટોળકીના  શીવરાજભાઇ ઉર્ફે મુન્નાભાઇ રામકુભાઇ વીછીયા રહે.રબારીકા, તા.જેસર, જિ.ભાવનગર.  શૈલેષભાઇ નાથાભાઇ ચાંદુ રહે. દોલતી તા.સાવરકુંડલા, દાદેશ ઉર્ફે દાદુભાઇ નાથાભાઇ ચાંદુ રહે. દોલતી તા.સાવરકુંડલા, અશોકભાઇ જૈતાભાઇ બોરીચા રહે.લુવારા, તા.સાવરકુંડલા,  બાલસીંગ જૈતાભાઇ બોરીચા રહે.લુવારા તા.સાવરકુંડલા, વનરાજભાઇ મંગળુભાઇ વાળા રહે.નાની ધારી તા.ખાંભા,  નરેન્દ્રભાઇ ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણ રહે.સેંજળ તાબે-વંડા, ગૌતમ નાજકુભાઇ ખુમાણ જે Adopted S/O નરેન્દ્ર ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણ રહે.સેંજળ, સોનલ ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઇ ડાંગર રહે. અક્ષરનગર-૪, ગાંધીગ્રામ, બાલમુકુંદ ડેરી પાસે, રાજકોટ શહેર સામે ગુન્હો દાખલ કરેલ છે.

ગુન્હાની તપાસ સાવરકુંડલા  નાયબ પોલીસ અધિક્ષક શ્રી.કે.જે.ચૌધરી  ને સોંપવામાં આવેલ છે તેમના સહાયક તરીકે પ્રોબેશનર  એ.એસ.પી. શ્રી.સુશીલ અગ્રવાલ  ને રખાયા છે ઉપરાંત જિલ્લાના પોલીસ ઇન્સ. તથા પો.સ.ઇ. ની  સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ  ની રચના કરવામાં આવેલ છે.  

ઉપરોકત પૈકીના બે આરોપીઓ  (૧) બાલસીંગ જૈતાભાઇ બોરીચા તથા (ર) સોનલ ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઇ ડાંગર  હાલ પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલમાં હોય, તપાસનીશ અધિકારી કે.જે.ચૌધરી, ના.પો.અધિ.સાવરકુંડલા દ્વારા ઉપરોકત બંને આરોપીઓનો  વડોદરા મધ્યસ્થ જેલમાંથી કબજો મેળવી,  ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે અને ગુન્હાની તપાસ માટે જરૂરી મુદ્દાઓ અંગે માહિતી મેળવવા બંને આરોપીઓને નામ.કોર્ટમાં રજુ કરી,  રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરેલ છે.

(3:50 pm IST)