Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

સુરેન્દ્રનગર જિલ્લાને ઉનાળામાં પાણીની સમસ્યા નહીં પડે..

ખેડૂતોની પણ જીવાદોરી બનશે ધોળીધજા ડેમઃ હાલમાં પણ ડેમની સપાટી ૧૬.૨૦ ફૂટ છે

વઢવાણ, તા.૧૭: સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે સારો એવો વરસાદ પડયો છે ત્યારે ખાસ કરીને પાણીના સ્ત્રોત તરીકે ઝાલાવાડ વાસીઓને બાર માસ માટે આપવામાં આવતું પીવાનું પાણીનો મુખ્ય સ્ત્રોત એ ધોળીધજા ડેમ છે આ ડેમ ગત વર્ષે સારા એવા વરસાદના પગલે ચોમાસાની સિઝન દરમ્યાન ત્રણ વખત ઓવરફલો બન્યો હતો અને આ ડેમ ની કુલ સપાટી ૨૩ ફૂટ કરતાં પણ વધારે છે..

ધોળી ધજા ડેમ સુરેન્દ્રનગર જિલ્લાની જનતા નો જીવાદોરી સમાન ગણવામાં આવે છે ત્યારે  દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આ ડેમને સૌની યોજના માં સમાવીને આ ડેમ બારેમાસ પાણીથી ભરપૂર પડ્યો રહે તેવા નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલિયાના પ્રયાસથી થયો છે..

ઉપરાંત આ ડેમમાંથી બોટાદ જિલ્લામાં કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે આ ડેમ ફકત સુરેન્દ્રનગર વાસીઓને નહીં બોટાદ વાસીઓને પણ જીવાદોરી સમાન હાલ બની ગયો છે જિલ્લામાં બીજો ડેમ નાયકા ડેમ પણ હાલ પાણીથી છલોછલ ભરેલો છે અને તેની સપાટી પણ ૧૦.૬૦ ફૂટે છે.

ધોળી ધજા ડેમ પર ૧૬ પોઇન્ટ ૨૦ ફૂટની સપાટીએ છલોછલ ભરેલો છે અને નગરપાલિકા દ્વારા રેગ્યુલર રીતે પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ પાણીના પોકાર ની વાત કરીએ તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની અતિથિ અતિભારે તંગી વર્તાઈ રહી છે..

ત્યારે ખાસ કરીને વાત કરી તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ના રેશમિયા અને નળકાંઠાના ગામડાઓમાં પાણીની અતિભારે સમસ્યાઓ લોકો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોને પીવાના પાણીનું બેડું ભરવા માટે બે કિલોમીટર સુધી દુર નર્મદાની પાઈપલાઈન પણ જવું પડે છે અને પાણીનું બેડું માટે કલાકો સુધી લાઈનમાં ઉભો રહેવાનો વારો આવ્યો છે..

આ બાબતે આગામી સમયમાં ગામના આગેવાનો દ્વારા મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયાને પણ પાણી બાબતે અને ગામ સુધી પાણીની પાઈપલાઈન પહોંચાડવામાં આવે અને પાણીની કાયમી સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તે છતાં હજુ સુધી પીવાના પાણીની પરિસ્થિતિ ખૂબ કથળી બની છે..

લીમડી વાત કરીએ તો લીમડીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માલધારી અને પીવાના પાણી અને પોતાના પશુઓને પીવાના પાણીની ખૂબ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યાં લીંબડી પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં તળાવ ખાલી બન્યા છે અને માલધારીઓને પોતાના પશુઓને પીવડાવવા માટે પણ પાણી ન હોવાની વાત પ્રસ્તાવ સામે મૂકયો છે..

(12:51 pm IST)