Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

વાયરસ અંગે મેં કોઈ ભવિષ્યવાણી કરી નથી, માત્ર ઔપચારિક વાત કરી હતીઃ પૂ. કરશનદાસબાપુ

વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયા બાદ પરબધામના મહંતની પ્રતિક્રિયા

જૂનાગઢઃ અકિલાના પત્રકાર વિનુ જોશી પૂ. કરશનદાસબાપુ સાથે વાત કરતા નજરે પડે છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા)

જૂનાગઢ, તા. ૧૭ :. ગુજરાતના સુપ્રસિદ્ધ તિર્થધામના મહંત પૂ. કરશનદાસબાપુનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. જેમાં પૂ. કરશનદાસબાપુએ જણાવ્યુ છે કે ૨૦૨૦માં ઘાતક વાયરસ આવશે જે જીવલેણ સાબિત થશે.

પૂ. કરશનદાસબાપુએ વિડીયોમાં વધુમાં જણાવ્યુ હતુ કે ૨૦૨૦ની સદીનો સૂર્ય ઉદય થશે ત્યારે વિશ્વ ઉપર એક એવી આપત્તિ આવી પડશે કે તેની કલ્પના પણ નહી કરી શકીએ. ૨૦૨૦માં એક એવો ઘાતક વાયરસ આવશે કે તે જીવલેણ સાબિત થશે. ૪૮ કલાકમાં ૦.૫ કરોડ લોકોને મારી શકે તેવો આ વાયરસ ઘાતક હશે.

હાલમાં વિશ્વમાં કોરોના વાયરસનો ભારે ભય ફેલાયો છે અને આ વાયરસ પ્રસરી રહ્યો છે ત્યારે પૂ. કરશનદાસબાપુની આ ભવિષ્યવાણી અંગે આજે જૂનાગઢ ખાતે પધારેલા પૂ. કરશનદાસબાપુએ જણાવ્યુ હતુ કે મેં કોઈ ભવિષ્યવાણી કરી નથી. માત્ર ઔપચારિક વાત કરી હતી.

સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલો આ વિડીયો ૨૦૧૯માં પોરબંદરના બળેજ (ઘેડ) ગામે યોજાયેલ એક કાર્યક્રમનો હોવાનું ખુલ્યુ છે.

(12:49 pm IST)