Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

મોરબીને ફાટકમુકત કરવા બ્રિજેશ મેરજાના પ્રયાસો

મોરબી,તા.૧૭: શહેરને ફાટક મુકત કરવા નટરાજ ફાટક, રફાળેશ્વર ફાટક, નવલખી ફાટક પર ફ્લાય ઓવર બ્રીજ અને વીસી ફાટક ખાતે અન્ડર પાસ બ્રીજ અંગેની કામગીરીની પ્રગતિ અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોનીટરીંગ કર્યું હતું.

શહેરના નટરાજ ફાટક પર ઓવરબ્રિજ બનાવવાના કામમાં રાજય સરકારે રૂ ૬૦ કરોડ મંજુર કરેલ અને તેના ૫૦ ટકાના ધોરણે રૂ ૩૦ કરોડની ફાળવણી પણ કરેલી છે. તે કામમાં વિલંબ અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ શહેરી વિકાસ વિભાગમાં મોનીટરીંગ કરતા સુધારેલા અંદાજીત રૂ ૮૦ કરોડની વહીવટી મંજુરી મળવામાં છે તેમજ આ કામના જનરલ એરેન્જમેન્ટ ડ્રોઈંગ રેલ્વે વિભાગમાં મંજુરી અર્થે મોકલાયા છે, તેમજ રફાળેશ્વર ફાટક, નવલખી ફાટક પર ફ્લાય ઓવર બ્રીજ અને વીસી ફાટક ખાતે અન્ડર પાસ બ્રિજના કામો અંગે ધારાસભ્યના સતત ફોલોઅપને અંતે આ કામો માટે ફીઝીબીલીટી સર્વે, રીપોર્ટ, બ્લોક એસ્ટીમેટ અંગેની કન્સલટન્સી મુકરર કરેલ છે. ટૂંક સમયમાં દરખાસ્ત પણ મંજુર કરાશે. મોરબીને ફાટકમુકત કરવા શ્રીમેરજાના સતત પ્રયત્નો મોરબીની પ્રજાના હિતમાં ફળીભૂત થઇ રહ્યા છે.

(12:46 pm IST)