Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

રાજકોટ કડી બસમાં આકસ્મિક ખામી સર્જાતા સુરેન્દ્રનગર ડેપો માં પેસેન્જરો અટવાયા

એસ.ટી.વિભાગે તાત્કાલિક સુરેન્દ્રનગર ડેપોની બસ આપી રાજકોટ તરફ બસ રવાના કરવા માં આવતા હાશકારો

વઢવાણ,તા.૧૭ : રાજકોટ કડી બસ છેલ્લા ઘણા સમયથી સારી રીતે  ચાલી રહી છે ત્યારે આ રાજકોટ કડી બસમાં રોજના ૧૦૦ થી પણ વધુ મુસાફરો રોજ કડી થી રાજકોટ જવા માટે અપડાઉન કરી રહ્યા છે ત્યારે આ બસમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ રોજ કડી થી રાજકોટ જવા માટે આ એસ.ટી.બસનો  ઉપયોગ કરે છે.

 આ બસ વર્ષોથી સવારે ૧૦ વાગ્યે સુરેન્દ્રનગર થી રાજકોટ તરફ જાય છે અને ૧:૦૦ રાજકોટ પહોંચી ને અને ૩ ને૧૫ મિનિટ પાછી સુરેન્દ્રનગર આવીને કડી તરફ જાય છે ત્યારે ગઈ કાલે સવારે ૧૦:૦૦ સુરેન્દ્રનગર પહોંચી અચાનક ગાડીમાં આકસ્મિક ખામીઓ સર્જાવાના કારણે આ ગાડીમાં ભરેલા ૪૦ થી વધુ પેસેન્જરો સુરેન્દ્રનગર ખાતે અટવાયા હતા.

 આ બાબતની જાણ સુરેન્દ્રનગર વર્કશોપમાં બસ લઈ જવામાં આવતા સુરેન્દ્રનગર-રાજકોટ કડી બસમાં મોટી ખામી હોવાના પગલે આ એસટી બસ સુરેન્દ્રનગર ખાતે રાખી મૂકવા ડ્રાઇવર ને સલાહ આપવામાં આવી હતી. ત્યારે બસમાં બેસેલા ૪૦ થી વધુ મુસાફરો સુરેન્દ્રનગર ખાતે અટવાયા હતા. ત્યારે તે રેગ્યુલર આવે છે તેમાં ખામી સર્જાવાને કારણે બસને સુરેન્દ્રનગર મૂકી દેવાનો જ વારો આવ્યો હતો.

 દસ વાગ્યાની આજુબાજુ ના અરસામાં સુરેન્દ્રનગર જિલ્લા થી રાજકોટ જેવા તરફના પેસેન્જરને અને કડી બસ ના પસેન્જરો ને મુસીબત નો સામનો ના કરવો પડે એટલે માટે સુરેન્દ્રનગર ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક અર્થે રાજકોટ કડી બસ સુરેન્દ્રનગર ડેપો ની ફાળવી દેવામાં આવી હતી.

તાત્કાલિક અર્થે સુરેન્દ્રનગર ડેપો ની રાજકોટ કડી તરીકેની બસ ફાળવવામાં આવતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો ભોગવવા માંથી  છુટકારો મળ્યો હતો અને કડી થી રાજકોટ તરફ જતી બસ રેગ્યુલર ટાઈમ થી ચાલીને પેસેન્જરોને રાજકોટ તરફ લઈ ગઈ હતી ત્યારે આ બસના ડ્રાઇવર અને કંડકટર દ્વારા સુરેન્દ્ર નગર ડેપો મેનેજર સુરેન્દ્રનગર ટેકનિકલ શાખા નો આભાર વ્યકત કર્યો હતો.

(11:40 am IST)