Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

મોરબીમાં ભાવેશે રાતે બે વાગ્યે ટ્રેન હેઠળ પડતું મુકયું: બંને પગ કપાયા

નશો કરવાની આદતથી કંટાળીને પગલુ ભર્યાની શકયતાઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૭: મોરબીમાં નજરબાગ રેલ્વે સ્ટેશન સામે ગાંધી સોસાયટીમાં રહેતાં ભાવેશ અરજણભાઇ ટુંડીયા (ઉ.વ.૩૫) નામના વણકર યુવાને રાત્રીના બે વાગ્યે ઘરેથી નીકળી જઇ નજીકમાં રેલ્વેના પાટા પર પહોંચી ટ્રેન હેઠળ પડતું મુકી દેતાં બંને પગ કપાઇ જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ભાવેશ બે ભાઇમાં મોટો છે. તેના લગ્ન થયા હતાં પણ બાદમાં છુટાછેડા થઇ ગયા હતાં. તે છુટક મજૂરી કરતો હતો પણ હાલમાં કંઇ કામ કરતો નથી. તેના પરિવારજનોના કહેવા મુજબ ભાવેશને નશો કરવાની આદત છે. તેનાથી કંટાળીને કદાચ રાતે નશામાં જ આ પગલુ ભરી લીધાની શકયતા છે. જમણો પગ ગોઠણેથી કપાઇ ગયો છે અને ડાબો પગ નળા પાસેથી કપાઇ જતાં સારવાર હેઠળ છે. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ મોરબી પોલીસને જાણ કરી હતી.

(11:38 am IST)