Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

ધોરાજીમાં કોરોના વાઇરસ અંગે સરકારી હોસ્પિટલમાં સ્પેશ્યલ વોર્ડ ઉભો કરાયો

ધોરાજી,તા.૧૭: ધોરાજી પથકમાં વિદેશ થી પરત ફરેલા નવ જેટલા લોકોની કોરોના વાયરસ અગે આરોગ્ય તપાસણી સાથે આરોગ્ય વિભાગે સાવચેતી રાખવાના પગલાઓ ભરાયા છે.

આ અંગે ધોરાજી તાલુકા હેલ્થ ઓફિસર ડો. વાછાણીએ જણાવયું હતું કે, કોરાના વાઇરસ ના પગલે સરકાર દ્વારા સાવચેતીના પગલાઓ ભરાયા છે

ધોરાજી પથંકના નવ જેટલા લોકો સાઉદી અરેબિયા,દૂબઇ,થાઈલેન્ડ, અમેરિકા સહિતના દેશોની વિદેશ યાત્રામાંથી પરત આવેલા લોકોની આરોગ્ય ચકાસણી કરાઈ છે. તેમના નિવાસસ્થાને સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. તમામના નોમલ રીપોટ આવેલ છે ધોરાજી શહેર મા કોરાના વાઇરસ અગે લોકો સજાગ રહે તે માટે માહીતી અપાઈ છે. આરોગ્ય વિભાગઙ્ગ દ્વારા તમામ તેયારી ઓ હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું.

ધોરાજી સરકારી હોસ્પીટલ ખાતે તપાસ કરતાઙ્ગ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વસેટીયન એ જણાવેલ કે ધોરાજી માં કોરાના વાયરસ ની સારવાર માટે સ્પેશ્યલ વોડ શરૂ કરવામાં આવેલ છે તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓ પર પણ હેલ્થ વિભાગ દ્વારા પોલીસ તપાસ કરવામાં આવી રહી છે અને કોઈપણ જાતની શંકા હોય તો તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ચર્ચા કરી તાત્કાલિક સારવાર અંગેની વ્યવસ્થા કરવામાં આવે છે.

આ સાથે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડો રાજ બેરા સાહેબની ડોકટરોની ટીમ સ્ટાફ ની ટીમ તેમજ પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો પણ રાખવામાં આવ્યો છે.

(11:23 am IST)