Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

જામનગરના વાલાસણ અને દરેડમાં પરિણીતાનો આપઘાત

જામનગર તા. ૧૭ : જામજોધપુર તાલુકાના વાલાસણ ગામે રહેતા અતુલભાઈ રાણાભાઈ ડાભીએ પોલીસમાં જાહેર કરેલ છે કે, અનસુયાબેન અતુલભાઈ રાણાભાઈ ડાભી, ઉ.વ.ર૬, રે. વાલાસણ ગામ, તા. જામજોધપુરવાળા અગમ્ય કારણસર પોતાના હાથે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

બીજા બનાવમાં દરેડ જી.આઈ.ડી.સી. ફેસ–૩, શેડ નં.૩૩૭૧ માં રહેતા વિનોદભાઈ ભુરાભાઈ કંબોયા એ પંચ ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, વર્ષાબેન વિનોદભાઈ ભુરાભાઈ કંબોયા, ઉ.વ.રપ, રે.દરેડ જી.આઈ.ડી.સી. ફેસ–૩, શેડ નં.૩૩૭૧ સી રોડ, જામનગરવાળા અગમ્ય કારણસર પોતાના રૂમમાં ઉપર ના ભાગે પાઈપ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ મરણ ગયેલ છે.

મસિતીયામાં મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ

જામનગર તાલુકાના મસિતીયા ગામે રહેતી એક મહિલાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, અબુભાઈ મામદભાઈ બુઢાણીએ ફરીયાદીના રહેણાંક મકાને ગેરકાયદે પ્રવેશ કરી ફરીયાદીની એકલતાનો લાભ લઈ ફરીયાદીની આબરૂ લેવાના ઈરાદે ફરીયાદીનો હાથ પકડતા ફરીયાદીએ જોર જોરથી બુમો પાડી હાથ મુકાવી આરોપીએ ધમો મારતા આરોપી ભાગી જઈ ગુન્હો કરેલ છે.

૨૭૭ ટીન બીયર સાથે ત્રણ અને દારૂની ૮૦ બોટલ સાથે બે ઝડપાયા

સીટી સી ડિવિઝન પોલીસ મથકના ડી. ઝાલાએ સમર્પણ સર્કલ પાસેથી આ કામેના આરોપીઓ ભરત મુકેશભાઈ વાણંદ, અરવિંદ વાલચંદભાઈ બાડમેરા, અરજણ નાથાભાઈ ગોજીયાને ગેરકાયદે પાસ પરમીટ વગર બીયરના ર૮૮ ટીન કિંમત રૂ. ર૮૮૦૦ તથા ફોર વ્હીલ કાર કિમત રૂ. ર લાખ, મોટર સાયકલ કિંમત રૂ. ૧પ૦૦૦, મોબાઈલ–૪ કિંમત રૂ. ૧૩પ૦૦ મળી કુલ રૂ. ર,પ૭,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

સીટી એ ડિવિઝનના એ.ડી.સોલંકીએ સેતાવાડમાં રહેતા રાજા ભરતભાઈ ચુડાસમા ઉ.વ. ર૦ ના રહેણાંક મકાને રેઈડ કરી તેમના કબજામાંથી ઇગ્લીશ દારૂની ૮૦ બોટલો કિંમત રૂ. ૪૦ હજાર તથા મોબાઈલ–ર કિંમત રૂ. ૧૦૦૦ મળી કુલ રૂ. ૪૧ હજારની મતા સાથે રાજા ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા પોલુભા જાડેજા રહે. સિકકાવાળાને ઝડપી પાડયા હતા જયારે રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા વિક્રમસિંહ જાડેજા નાશી ગયો હતો.

આંકડાશાસ્ત્રી ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ.સુરેશભાઈ રામદેભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–૩–ર૦૧૮ના ગુરૂદ્વારા ઈંદીરામાર્ગ નટરાજ સીટ કવરની બાજુમાં આ કામના આરોપી સુરેશભાઈ વાઘજીભાઈ કંડોરીયા, રે. જામનગરવાળો જાહેરમાં વર્લીમટકાના આકડા લખી લખાવી પૈસાની હારજીત કરી કરાવી વર્લીમટકાનો જુગાર રમતા એક ચાલુ હાલતની બોલપેન તથા રોકડા રૂ.૬ર૦ તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂ.પ૦૦૦ એમ કુલ મુદામાલ રૂ.પ,૬ર૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

જ્યારે બીજા બનાવમાં જામજોધપુર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. વીરલભાઈ ધાનાભાઈ રાવલીયાએ ફરીયાદ નોંધાવી છે કે, જુની કોલેજ સામે બાવનજીભાઈ ઉર્ફે હડકાયો નાગભાઈ ખાંટ રે. જામજોધપુરવાળો જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી નશીબ આધારીત જુગાર રમી પૈસાની હારજીત કરતા આંકડા લખેલ ડાયરી નંગ–૧, તથા બોલપન નંગ–૧, તથા રોકડા રૂ.૧૦૮૦સાથે ઝડપાઈ ગયેલ છે.

મયુરનગરમાં જુગાર રમતા સાત ઝડપાયા

અહીં સીટી-સી પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. એમ.એમ.નંદા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર મયુરનગર શેરી નં.૩, માં કમલસીંગ બુઘ્ધસીંગ કુશવાહ, પ્રવશસિંહ બુઘ્ધસિંહો કુશવાહ, પ્રદિપ બહાદુર કુશવાહ, મખન દેવીપ્રસાદ પટેલ, બંટુ હાકીમસિંગ દેવાકર, મુન્નાલાલ દયારામ કુશવાહ, રમાશંકર શ્રીમનોહર કુશવાહ, રે. બધા જામનગરવાળાઓ જાહેરમાં ટયુબલાઈટના અજવાળે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી કુલ રૂ.પ૬૦૦ તથા ગંજીપતાના પાના નંગ– પર સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:54 pm IST)