Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

જામનગરમાં જાહેરમાં જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઇ :વરલી મટકાના જુગારમાં બે પકડાયા

જામનગર ;જામનગરમાં જાહેરમાં જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઇ છે જયારે વરલી મટકાના આંકડા લખીને જુગાર ખેલાતા બે શખ્સોને પકડી લેવાયા છે જામનગરનાગોકુલનગર રડારરોડ, મોમાઈ પાન વાળી ગલી શેરીનં-૧, સલીમભાઈની દુકાન સામે જાહેરમાં અમુક મહિલાઓ જુગાર રમતી હોવાની સીટી સી ડિવિઝનના પો.હે.કો.દિલીપભાઈ નાગરભાઈ તલાવડીયાને બાતમી મળતા પીઆઈની સુચનાથી સ્ટાફનાએ દરોડો પાડીને ૬ મહિલાઓને ઝડપી લીધી હતી તેના કબ્જામાંથી રોકડ ૪૭૦૦ કબ્જે કર્યા હતાં. આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે બીજા બનાવમાં શહેરના આવાસ કોલોનીમાં જાહેરમાં ઉભા રહીને વર્લીમટકાના આંકડા લખી જુગાર રમતા ઈમરાન અનવરભાઈ નાઈ અને નરેન્દ્રભાઈ કરશનદાસ મામતોરાને રોકડ ૧૧૩૦૦ તથા રૃા.૬ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને કુલ ૧૭૩૦૦ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા છે. આગળની કાર્યવાહી આરંભી છે

(12:31 pm IST)