Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની હરરાજીનો પ્રારંભઃ ૧૦ કિલોના ૧૨૦૦થી ૧૫૦૦નો ભાવ

પ્રથમ દિવસે ૨૫ બોકસની આવકઃ વિધિવત આવક ૧ એપ્રિલથી

જૂનાગઢ તા. ૧૭ : જુનાગઢમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન થયું છે અને યાર્ડ ખાતે આજે હરરાજી શરૂ થયેલ. પ્રારંભમાં ૨૫ બોકસની આવક થઇ છે.

દેશ - વિદેશમાં વિખ્યાત કેસર કેરીનું આજે જુનાગઢમાં દોલતપરા સ્થિત માર્કેટીંગ યાર્ડ ખાતે મોંઘેરૂ આગમન થયું હતું.

આજે સવારે પ્રારંભિક તબક્કે ૧૦ કિલોના ૨૫ બોકસની આવક થઇ હતી.

યાર્ડ ખાતે કેસર કેરીની હરરાજી હાથ ધરવામાં આવતા ૧૦ કિલો કેસર કેરીનો ૧૨૦૦ થી ૧૫૦૦ રૂ.નો ભાવ બોલાયો હતો.

યાર્ડના સેક્રેટરી પી.એસ.ગજેરાએ કેસરીના અગ્રણી વેપારી અદ્રેમાન પંજાએ જણાવેલ કે, કેસર કેરીની વિધિવત આવક આગામી તા. ૧લી એપ્રિલથી થશે. પ્રારંભમાં કેસર કેરીનો ભાવ ઉંચો છે. સ્થાનિક બજારમાં ૧ કિલો કેસર કેરીનો ભાવ ૧૫૦થી ૩૦૦ રૂ. રહેલ છે.

(12:31 pm IST)