Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ભાવનગર યુનિવર્સિટીના કુલપતિનું નામ નકકી કરવા સર્ચ કમીટીમાં અપૂર્વ શેઠ

ભાવનગર તા. ૧૭ :.. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં કુલપતિની મુદત ઓગસ્ટ માસમાં સમાપ્ત થઇ રહી હોવાથી નવા કુલપતિનું નામ નકકી કરવા માટેની પેનલ ભલામણ કરવા માટેની એકિઝકયુટીવ કાઉન્સીલ અને એકડેમિક કાઉન્સીલની સંયુકત બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે અપૂર્વ ગીરીશભાઇ શેઠનું નામ નકકી કરવામાં આવ્યું હતું.

અપૂર્વ શેઠની એસી અને ઇસીનાં પ્રતિનિધી તરીકે પણ સર્વાનુમતે નિયુકિત કરાઇ છે. ઉલ્લેખનીય છે કે યુવા ઉદ્યોગપતિ-બિલ્ડર શ્રી અપૂર્વભાઇ શેઠ ભાવનગરની જાણીતી શેઠ કન્કટ્રશન કંપનીનાં માલીક છે.

(11:44 am IST)