Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ઉના-ગીરગઢડા તાલુકામાં તુવેરની ખરીદીનું કેન્દ્ર શરૂ ન થતાં ખેડુતોમાં રોષ

૮૦ કિ.મી. દૂર યાર્ડમાં તુવેર લઇને ખેડુતોને જવુ પડે

ઉના, તા.૧૭ : ઉના તાલુકામાં સરકારશ્રી દ્વારા તુવેરની ખરીદી માટે કેન્દ્ર શરૂ ન કરાતા ઉના તાલુકાના ૧૦૦ થી વધુ અને ગીરગઢડા તાલુકાનાં પ૦ જેટલા ગામોનાં તુવેરનું વાવેતર કરનાર ખેડુતોમાં રોષની લાગણી ફેલાયેલ છે. ઉના અને ગીરગઢડા તાલુકાનાં ૧પ૦ થી વધુ ગામો નાં ધરતીપુત્રો એ તાલુકા મંથકે જ તુવેરની ખરીદી માટેનું કેન્દ્ર શરૂ કરવા ઉગ્ર માંગણી કરી .

હાલ ગીરસોમનાથ જીલ્લામાં ફકત કાજલી (વેરાવળ) માર્કેટીંગ યાર્ડમાં જ તુવેરની ખરીદીનું કેન્દ્ર શરૂ કરવા મંજુરી અપાયેલ હોય ત્યારે ઉના તથા ગીરગઢડાથી ૮૦ કિ.મી. જેવા લાંબા અંતરે આવેલ વેરાવળ સુધી ખેડુતોને પોતાની ઉપજની તુવેર લઇ જવી આર્થિક રીતે પોષાય તેમ ન હોય ઉના અથવા ગીરગઢડા શહેરમાં તુવેરની ખરીદીનું કેન્દ્ર શરૂ કરવા ખેડૂતોમાંથી માંગ ઉઠવા પામી છે.

ઉદ્યોગ વિહોણા ઉના-ગીરગઢડા તાલુકા ના પ્રજાજનોની આજીવિકા ખતી ઉપર જ નિર્ભર હોય અને હજારો એકરમાં તુવેરનું વાવેતર આ પંથક થયેલ છે.

(11:42 am IST)