Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કાલે ભાવનગરમાં સાયકલ પોલો મેચનો ફાઇનલ બબીતા-અરવિંદ વેગડા મનોરંજન પીરસશે

ભાવનગર તા. ૧૭ :.. સાયકલ પોલો મેચ નિહાળવા અને દર્શકોનું મનોરંજન કરવા રવિવારે રાત્રે ફાઇનલ મેચ દરમ્યાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ બબીતા ઐયર (મુનમુન દત્ત) તથા ગુજરાતી ગાયક અરવિંદ વેગડા વિગેરે ભાવનગર આવશે.

ભાવનગર ખાતે ૧૩ માં ફેડરેશન ઠપ્પ સાયકલ પોલો ટુર્નામેન્ટનો શુક્રવારે પ્રારંભ થયો છે. ફાઇનલ રવિવારે રાત્રે યોજાશે. આ ટુર્નામેન્ટમાં દેશની ટોચની ૮ ટીમો ભાગ લઇ રહી છે. ગુજરાતમાં સૌ પ્રથમ ભાવનગર ખાતે સાયકલ પોલો મેચ યોજાઇ હોય દર્શકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

દરમ્યાન રવિવારે ફાઇનલ મેચ દરમ્યાન જાણીતી ટીવી અભિનેત્રી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા ઐયર (મુનમુન દત્ત) અને ગુજરાતી ગાયક અરવિંદ વેગડા ખાસ ઉપસ્થિત રહેનાર હોવાનું આયોજકો દ્વારા જાણવા મળેલ છે.

(11:41 am IST)