Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

હદ વળોટી દીધી! 'અભયમ' મહિલા કર્મચારી ઉપર પરિણિત પોલીસે કૂકર્મ આચર્યુઃ ફીટકાર

ભુજ તા. ૧૭ :.. મહિલા અત્યાચાર અટકાવવા માટે રાજય સરકાર દ્વારા કાર્યરત કરાયેલ અભયમ મહિલા હેલ્પ લાઇનની મહિલા કર્મચારી દ્વારા દુષ્કર્મ અને બળાત્કાર સંદર્ભે સાથી પુરૂષ કર્મચારી ઉપર મુકાયેલા આરોપ અને ફરીયાદે ચકચાર સર્જી છે.

૩ર વર્ષીય મહિલા કર્મચારી પૂર્વ કચ્છમાં ૧૮૧ મહિલા અભયમ માં કાર્યરત છે. તેણીએ તેના સાથી પોલીસ કર્મચારી ચંદુભાઇ કોલી દ્વારા છેલ્લા બે વર્ષ થયા જાતીય શોષણ અને દુષ્કર્મ કરાતુ હોવાની ફરીયાદ કરી છે. આદિપુર અને સામખીયાળીમાં આવું દુષ્કર્મ કરનાર પરિણિત પોલીસ કર્મચારી ચંદુભાઇ કોળીની પત્ની  ઉપર પણ પોતાના પતિની મદદગારીનો આરોપ મુકાયો છે.ચકચારી આ ઘટના સંદર્ભે પૂર્વ કચ્છ પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:40 am IST)