Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

જસદણના જીવાપર ગામે ધો.૧૦ના વિદ્યાર્થીનો વિદાય સમારંભ યોજાયો

આટકોટ, તા.૧૭: જસદણ તાલુકાના જીવાપર ગામે આ વર્ષથી જ ચાલુ થયેલ સરકારી હાઈસ્કુલનાં ધો.૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તાજેતરમાં યોજાયો હતો.

નાનકડા એવા જીવાપર ગામે ધો.૧૦ વિદ્યાર્થીઓનો સૌ પ્રથમ વિદાય સમારંભ યોજાતા  વિદ્યાર્થીઓના વાલીઓ સરપંચ દાહયાભાઈ ગામ, પંચાયતના સભ્યો અને ગામજનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે આચાર્ય આરતીબેન જોષીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી જણાવ્યુ હતુ કે વિદાય સમારંભ એટલે ખરેખર વિદાય સમારંભ નથી. પરંતુ વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્ય સુધી પહોંચવાના એક પગથીયાથી બીજા  પગથિયા સુધી જવાનો સમયગાળો તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખુબજ આગળ વધી પરિવારનું અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ ઉપરાંત શાળાના શિક્ષક હેતલબેન મહેતા અને રમેશભાઈ માડલીયાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સમગ્ર શૈક્ષણીક પ્રવૃતિઓને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓને એવોર્ડ પણ આપવામાં આવ્યા હતાં.

વિદ્યાર્થીઓએ પણ પોતાની આ શૈક્ષણીક યાત્રામાં યોગદાન આપનારા ગુરુજનો અને ગ્રામજનોનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે એસ.એમ.ડી.સી.ના સભ્યો ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો હાજર રહયા હતાં.

(11:38 am IST)