Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ધોરાજીમાં ગેસના બાટલાથી આગ લાગતાં પુત્રીની શાદી માટેનો કરીયાવર ખાખ

ધોરાજી તા. ૧૭ :.. બહારપુરા લાલશાહ બાવાની દરગાહ પાસે રહેતા અને ખાનગી શાળામાં ચોકીદારીનું કામ કરતા ઇદરીશભાઇ કાશમભાઇ ગરાણા ના મકાનમાં ગુરૂવારે રસોઇ બનાવતાની સાથે અચાનક એલપીજી રાંધણ ગેસના બાટલામાં લીકેજ થતા આગ લાગતા આગનું સ્વરૂપ વધે એ પહેલા જ ગરાણા પરિવાર ઘર બહાર જતા રહેતા મોટી જાનહાની બચી હતી અને ઘરમાં તમામ ચીજ વસ્તુઓ અને છત નળીયા લાકડા વિગેરે બળી ખાખ થઇ ગઇ હતી.

પાલીકાના ઉપપ્રમુખ મકબુલભાઇ ગરાણાને પણ તાત્કાલીક ધોરાજી નગરપાલીકાનુ ફાયર ફાઇટર લઇ તાત્કાલીક આગને કાબુમાં લીધી હતી.

આ સમયે ખાનગી શાળામાં ચોકીદારી  કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ઇદરીશભાઇ નરાણાએ જણાવેલ કે પોતાની દિકરીની શાદી બે માસ બાદ થવાની હતી અને એમના માટે કરીયાવરની તમામ ચીજ વસ્તુઓ ભેગી કરેલ હતી જે તમામ અન્ય વસ્તુઓ અને મકાન ઉપરનું છાપરૂ પણ બળીને ખાખ થઇ જતા ગરીબ પરીવારની દિકરીની શાદીના સમયે જ નોંધારા બની ગયા હતો.

આ સમયે ધોરાજી નગરપાલીકાના ઉપપ્રમુખ મકબુબભાઇ ગરાણાએ તાત્કાલીક ધોરાજી પોલીસ અને ગેસ એજન્સીના સંચાલકોને જાણ કરતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરેલ.

જયારે ગેસ સંચાલકોએ પણ કઇ રીતે આગ લાગી છે તે બાબતે પણ તપાસ હાથ ધરી છે.

ઉપરોકત ગેસના બાટલાના લીકેજ ના કારણે ગરીબ મુસ્લીમ પરિવારના દિકરીના શાદીનો પ્રસંગ આવે એ પહેલા જ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતો.

(11:34 am IST)