Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પોરબંદર કોસ્ટગાર્ડમાં વધુ એક અદ્યતન ઇન્ટરસેપ્ટર શીપનું લોકાપર્ણ

સંવેદનશીલ દરિયાકાંઠા ઉપર બાજ નજર રાખવા કોસ્ટગાર્ડ અદ્યતન શસ્ત્ર સરજામથી સજ્જઃ ૨૦ જવાનોના કાફલા સાથેનું શીપ

પોરબંદર તા.૧૭: રાજયમાં કોસ્ટગાર્ડના હેડકવાટર્સ પોરબંદરમાં કોસ્ટ ગાર્ડમાં વધુ એક અદ્યતન ઇન્ટર સેપ્ટર પેટ્રોલીંગ શીપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શીપનું લોકાપર્ણ આજે સવારે કોસ્ટગાર્ડની જેટી ઉપરથી કરવામાં આવ્યું હતું.

લોકાપર્ણ સમારંભમાં કોસ્ટગાર્ડના એડી. ડાયરેકટર જનરલ કે. નટરાજન તથા કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્ટરસેપ્ટર શીપ-સી ૪૩૭ આજે દરિયામાં તરતુ મુકાયા બાદ કચ્છની જખૌ જળસમીએ પેટ્રોલીંગ કરશે. જખૌ નજીક પાકિસ્તાન નજીક હોય સુરક્ષા વધારવા તેમજ જખૌ જળસીમા કાલ્પનિક હોય ભારતીય માછીમારો અજાણતા દરિયાની સરહદ ઓળગીં જાય અને પાકિસ્તાન મરીનના હાથે પકડાય છે ત્યારે કોસ્ટ ગાર્ડની અદ્યતન પેટ્રોલીંગ શીપ માછીમારોને ચેતવણી આપવા તેમજ સુરક્ષા મજબુત બનાવવામાં ઉપયોગી થશે.

દરિયામાં સુરક્ષા વધારવા કોસ્ટ ગાર્ડ પ્રયતશીલ છે અને વધુ એક પેટ્રોલીંગ શીપ દરિયામાં કાર્યરત થયેલ છે.

(11:34 am IST)