Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમદાવાદ ખાતે યોજાયેલ

સ્ટેટ ટ્રેપ શુટિંગ સ્પર્ધામાં ગોંડલના આચાર્ય ઘનશ્યામજી મહારાજ વિજેતા

ગોંડલ તા. ૧૭ : તાજેતરમાં અમદાવાદ મુકામે અમદાવાદ ડીસ્ટ્રીક રાઇફલ એસોસિયેશન દ્વારા આયોજિત ૩૭માં ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં રાજકોટ ડિસ્ટ્રિકટ રાઇફલ એસોસિએશન ગોંડલના કુલ ૨૦ મેમ્બર શૂટરોએ ભાગ લીધેલ હતો.

જેમાં આઈએસએસએફ મેન કેટેગરીમાં સમગ્ર ગુજરાતમાંથી ગોંડલના આચાર્ય ઘનશ્યામજી મહારાજ ત્રીજા નંબરે આવેલ હતા અને બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. સાથોસાથ વેટરન કેટેગરીમાં આચાર્ય ઘનશ્યામજી મહારાજ પ્રથમ નંબરે આવ્યા હતા અને ગોલ્ડ મેડલ મેળવેલ હતું, ચોથા નંબરે ગોંડલના શિવભદ્રસિંહ આવ્યા હતા.

નેશનલ રુલ વુમન કેટેગરીમા સમગ્ર ગુજરાતમાંથી વ્યાસ આયુષીબેને સાતમો નંબર મેળવ્યો હતો અને ટીમ એન્ટ્રીમાં આયુષીબેન વ્યાસને પ્રથમ સ્થાને ગોલ્ડમેડલ મળ્યું હતું, રાજકોટ જિલ્લામાં શૂટિંગ સ્પોર્ટ્સમાં ખાસ કરીને ટ્રેપ શૂટિંગ સ્પોર્ટ્સમાં ઘણા શૂટરોએ આચાર્ય ઘનશ્યામજી મહારાજ પાસેથી નિશાન એકેડમીની રેન્જ પર માર્ગદર્શન મેળવી ટૂંકા સમયગાળામાં ગુજરાતને તથા નેશનલ લેવલે સફળતા મેળવી ગોંડલ તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

(11:33 am IST)