Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અજમેર ઉર્ષમાં ભાઇ મોદીનો લાઇવ ઓડિયો સંદેશ ગુંજશે

સબકા સાથ સબકા વિકાસ સુત્રને સાર્થક કરવા હેતુ... : ઉર્ષમાં હાજર દેશ-વિદેશના શ્રધ્ધાળુઓ સમક્ષ પ્રથમ વખતે પી.એમ. મોદીનો લાઇવ ઓડિયો સંદેશ અજમેર શહેરના વિભિન્ન સ્થાનોએથી પણ બ્રોડ કાસ્ટીંગ કરાશે

વાંકાનેર, તા. ૧૭:  કોમી એકતાની પ્રતિક ગણાતી અજમેર સ્થિત ખ્વાજા મોઇનદ્દીન ચિશ્તીની હરગાહ શરીફનો ૮૦૬ માં ઉર્ષનો પૂર્વાધક ઔપચારિક સ્વરૂપે બુધવારથી જ પ્રારંભે થઇ ચુકયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બડેપીર પહાડી સ્થિત જગ્યાએથી પરંપરાગત રપ તોપોની સલામી અપાઇ હતી. વિતેલા બુધવારની સાંજે સૂફી સંત ખ્વાજા ગરીબ નવાજ દરગાહના બૂલંદ દરવાજા પર મુતવલ્લી અબરાર અહેમદની અધ્યક્ષતામાં ચાદર ચઢાવવાની પ્રણાલી સાથે જ ઉર્ષનો ઝંડો (નિશાન) ફરકાવાયો હતો. અને ૮૦૬માં ઉર્ષનો ઔપચારિક પ્રારંભ થયો હતો.

આ વેળા  ગરીબ નવાઝના ઉર્ષ અંતર્ગત ભારતીય રેલ્વે દ્વારા આશરે રપ જેટલી સ્પેશ્યલ ટ્રેનો દોડાવાશે. કેન્દ્રીય ભારતીય રેલ્વે દ્વારા મંત્રાલયના સંયુકત સચિવ જે આલમ દ્વારા બુધવારે અજમેર ખાતે રૂબરૂ મુલાકાત લઇ, વડાપ્રધાન મોદીના ઓડિયો સંદેશનું ઉર્ષ પ્રસંગે લાઇવ પ્રસારણ અજમેર શહેરના વિભિન્ન સ્થાનો તથા દરગાહ સ્થિત દેશ -વિદેશથી આસ્થા સભર હાજર થનારા શ્રધ્ધાળુઓ સમક્ષ કરવા અંગે જીલ્લા પ્રશાસન તથા દરગાહના વ્યવસ્થાપકો સાથે ચર્ચાઓ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અજમેર ઉર્ષ વેળા આવું પ્રથમ વખત જોવા મળી રહ્યું છે કે ઉર્ષ પ્રસંગે વડાપ્રધાનશ્રીનો લાઇવ ઓડિયો સંદેશ પ્રસારણ થનાર હોય અને આ સાથે જ ભાજપનો સબકા સાથ સબકા વિકાસ સ્લોગન ને વેગ મળવાની પણ સંભાળવનાઓ દર્શાવાઇ રહી છે.

અજમેર દરગાહ શરીફના ઉર્ષનો વિધિવત પ્રારંભ દર વર્ષે હિજરી કેલેન્ડર મુજબ જમાદ્દી આખર માસ પુરો થઇ રજબ માસનો ચાંદ દેખાતા જ ખ્વાજા ની છઠ્ઠી થી સંબોધન થાય છે. ખ્વાજાની છઠ્ઠીના દિવસે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર મુસ્લિમ સમુદાયમાં વિશેષ મહત્વ અપાતુ જોવા મળે છે. ઉર્ષની ઉજવણી માસ ર૯ દિવસ રહે તો આવતીકાલે સાંજે ચંદ્ર દર્શન થવા પામે અને જો આવતીકાલે ચાંદને દેખાય તો ૧૯ માર્ચની સાંજે ચંદ્રદર્શન થયે ખ્વાજાની છઠ્ઠી રપ માર્ચને રવિવારે સંભવતઃ હોઇ શકે છે. ગત વર્ષે ઉર્ષ સમયે પુરા તાપમાન થોડુ નીચે રહેવાની શકયતા રહે છે. હાલ સૌરાષ્ટ્રભરમાંથી અજમેર ઉર્ષ પ્રસંગે હાજરી આપવ વિવિધ સંપ્રદાયોના શ્રધ્ધાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. વાંકાનેર મુસ્લિમ સમાજના અગ્રણી મહમદભાઇ રાઠોડ અજમેર ઉર્ષ પ્રસંગે હાજરી આપવા દર વર્ષની જેમ આ વર્ષે પણ રવાના થશે.

(11:28 am IST)