Gujarati News

Gujarati News

News of Friday, 17th February 2023

છોટાઉદેપુર જિલ્લાના પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપી મોરબીમાં મજૂરી કરતો ઝડપાયો

નીચીમાંડલ ગામ પાસે આવેલ કેવલ ગ્રીનીટો નામના કારખાનામાં મજુરી કામ કરનાર મૂળ એમ.પી.નો વતની સુરમલ હજારીયાભાઈ રાઠવા મળ્યો

મોરબી તાલુકા પોલીસની સતકર્તાને પગલે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપી મોરબીમાં મજૂરી કરતો ઝડપાયો હતો. આ મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લામાં આવેલ કારખાનાઓમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને ચેક કરી જો તેની ગુનાહીત પ્રવૃતી હોય તો એ અંગે તપાસ કરી તેના વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા મોરબી તાલુકા પોલીસની ટીમ સક્રિય થઈ હતી.એ દરમ્યાન નીચીમાંડલ ગામ પાસે આવેલ કેવલ ગ્રીનીટો નામના કારખાનામાં મજુરી કામ કરનાર મૂળ એમ.પી.નો વતની સુરમલ હજારીયાભાઈ રાઠવા મળી આવ્યો હતો. જેની પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા પોકેટકોપ એપ્લીકેશનમાં આરોપી અંગેની માહિતી સર્ચ કરતા તે પાવી જેતપર પોલીસ સ્ટેશનના આઈ.પી.સી ૨૨૪ મુજબના ગુન્હા માં સંડોવાયેલ હોવાનુ સામે આવ્યું હતું.

(12:45 am IST)