Gujarati News

Gujarati News

News of Friday, 17th February 2023

મોરબી : NSS વાર્ષિક શિબિરમાં આપદા સમયે જીવન સલામતી અંગે ડેમોન્‍સ્‍ટ્રેશન અને ટ્રેનીંગ અપાઈ

મોરબી તા ૧૭ : યુ.એન.મહેતા આર્ટસ કોલેજ એનએસએસ વિભાગ, ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વીસીસી જીલ્લા વહીવટી તંત્ર અને ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલના સહયોગથી ખાખરાળા -ાથમિક શાળા ખાતે ચાલી રહેલ ફલ્‍લ્‍ની વાર્ષિક શિબિરમાં આપદા સમયે જીવન સલમાતી સંદર્ભે ડેમોન્‍સ્‍ટ્રેશન અને ટ્રેનીંગ આપવામા આવી હતી જેમાં એનએસએસ યુનિટ અને શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેમાં કુદરતી કે કુત્રિમ આપદાની સ્‍થિતિમાં કેવી રીતે કામગીરી કરવી, આગ કે અન્‍ય અકસ્‍માતમાં ફસાઈ જાય તો પોતાનો બચાવ કેવી રીતે કરવો, અન્‍ય લોકોના રેસ્‍કયુ કેવી રીતે કરી સલામત બહાર કાઢી સકાય, આગ બુઝાવવા માટેના ફાયરના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો ડેમો બતાવી સમજણ પૂરી પાડવામાં આવી હતી.

મોરબી ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીસની કામગીરી વિશે, ફાયરના સાધનોનો વપરાશ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ ફાયર અને રેસ્‍કયુ વખતે ઈમરજન્‍સી કોન્‍ટેક્‍ટ નંબર ૧૦૧ અંગે પણ માહિતી આપવામાં આવી હતી સ્‍થળ પર ફાયર વોટર બ્રાઉઝર દ્વારા ફાયર ફાઈટીંગનું ડેમોન્‍સ્‍ટ્રેશન પણ કરાયું હતું.

(2:09 pm IST)