Gujarati News

Gujarati News

News of Friday, 17th February 2023

જૂનાગઢ પોલીસે રિક્ષાને શોધી કારીગરનો થેલો પરત કરાવ્‍યો

જૂનાગઢ તા. ૧૭ : ટાઇલ્‍સ ફીટીંગ તથા મજુરી કામ કરનાર કારીગરના સામાનનો ૧ થેલો ઓટો રીક્ષામાં ભુલી જતા, નેત્રમ શાખાના પોલીસ સ્‍ટાફ દ્રારા વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢેલ હતો.

અરજદાર સંજયભાઇ કુશવાહા મુળ ઉતર પ્રદેશ રાજ્‍યના હોય અને જૂનાગઢ ખાતે ટાઇલ્‍સ ફીટીંગ તથા મજુરી કામ કરી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા હોય, મજુરી કામ માટે વાડલા ફાટકથી જૂનાગઢ અક્ષર મંદીર પાસે ઓટો રીક્ષામાં બેસી આવતા હોય, અક્ષર મંદીરે ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથે ટાઇલ્‍સ ફીટીંગ કરવા માટેના જરૂરી કુલ ૬,૦૦૦/- ની કીંમતના સાધનનો થેલો ઓટો રીક્ષામાં ભુલી ગયેલ. તેઓ વ્‍યથીત થઇ ગયેલ અને હવે કઇ રીતે મજુરી કામ કરશે? તેઓ દરરોજનુ કમાઇ અને દરરોજ ખાનાર હોય, આર્થીક સ્‍થીતી નબળી હોય, જેથી ટાઇલ્‍સ ફીટીંગના હથીયાર કેવી રીતે નવા ખરીદશે? એવું વિચારી દુઃખી મને આ બાબતની જાણ જૂનાગઢ શહેરના સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. જે.એમ.વાળાને કરતા પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્‍ડ  એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

 હેડ ક્‍વા. ડી.વાય.એસ.પી. એચ.એસ.પટણી માર્ગદર્શન હેઠળ  પો.કોન્‍સ. હાર્દીક સીંહ સીસોદીયા, શીલ્‍પાબેન કટારીયા, ચેતનભાઇ સોલંકી, એન્‍જીનીયર નીતલબેન મેતા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી સંજયભાઇ જે સ્‍થળેથી ઓટો રીક્ષામાં બેઠેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરી તે ઓટો રીક્ષા શોધી કાઢેલ હતી

(1:52 pm IST)