Gujarati News

Gujarati News

News of Friday, 17th February 2023

ભુખી ગામની સીમમાં ચોરી કરેલ ટ્રેકટરની ટ્રોલી સાથે ઇસમો ઝડપાયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧૭ : સ્‍કાઇ કલરની ટોલી જેના રજી નં.ઞ્‍J-11-TT-3763 વાળી જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ના મુદામાલની કોઇ અજાણ્‍યા ચોર ઇસમ ચોરી કરી લઇ જતા  ધોરાજી પોલીસે IPC ક.૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ હોય ધોરાજી પોલીસ સ્‍ટેશનની ટીમને સયુક્‍ત હક્‍તિ મળેલ કે સદરહુ ગુન્‍હાના કામે ચોરી થયેલ ટ્રોલી કોઇ અજાણ્‍યા ઇસમો ટેક્‍ટરમા જોડી વાલાસીમડી વાળા રોડ ઉપરથી ધોરાજી તરફ આવતા હોય જેથી જમનાવડ ગામ પાછળ વોચમા હતા તેવા મા ત્રણ ઇસમો એક ટેકટર લઇ ને આવતા હોય જેને રોકી (૧) પારસભાઇ રમેશભાઇ વાહેજા ે કોળી ઉ.વ.૨૬ ધંધો મજુરી રહે ભુખી ગામ લીમડા ચોક (૨) મહેશભાઇ રાજુભાઇ કુવરીયો દે.પુ ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે ધોરાજી કુંભારવાડા પાણીના ટાંકાતથા નં (૩) સંજય રાજુભાઇ સોલંકી કોળી ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે રામપરા નદીના સામા કાંઠે રબારીપા વાળાઓ હોવાનુ જણાવેલ બાદ સદરહુ ટ્રોલીના ચેચીસ નંબર પોકેટકોપ દ્વારા સર્ચ કરતા જે ઉપરોકત ગુન્‍હાના કામે ચોરી થયેલ ટ્રોલી હોય જેથી ટ્રોલી બાબતે પૂછપરછ કરતા મજકુર ઇસમોએ ટ્રોલી ધોરાજી ભુખી ગામની સીમમાંથી ચોરી કરેલાનું જણાવતો હોય અને ટ્રોલી ચોરવામા ટ્રેકટરનો ઉપયોગ કરેલ હોય જેથી આરોપીઓને ઉપરોક્‍ત ગુન્‍હાના કામે અટક કરી કાર્યવાહી શરૂ કરેલ.

 સ્‍કાય કલરની ચાર વ્‍હિલ વાળી ટેકટરની ટોલી કિ.રૂ.૨,૦૦,૦૦૦/-,પાવર ટેક કંપની નુ ટેકટર કી.રૂ.૧,૫૦,૦૦૦/, અલગ-અલગ કમ્‍પની ના મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૪,૫૦૦,  હિરો હોન્‍ડા કંપની નુ પેસન પ્‍લસ મો.સા જેની કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી કબ્‍જે કરેલ છે.  એમ મળી કુલ મુદામાલ કિ.રૂ. ૩,૬૯,૫૦૦/- સાથે મળી આવેલ છે.આ કામગીરીમા ધોરાજી સીટી પો.સ્‍ટે.ના પોલીસ ઈન્‍સ. એ.બી.ગોહીલ તથા પો.સબ ઈન્‍સ.આર.કે.ગોહીલ તથા પો.સબ ઈન્‍સ.બી.ડી.પરમાર તથા એ.એસ.આઇ. એચ.બી.ગરેજા તથા પો.હેડ કોન્‍સ. ક્રિપાલસિંહ જાડેજા તથા પો.કોન્‍સ.રવિરાજસિંહ વાળા તથા પો.કોન્‍સ. રવિરાજસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. સુરપાલસિંહ જાડેજા તથા પો. કોન્‍સ. ઈશીતભાઈ માણાવદરીયા વિગેરે પોલીસ સ્‍ટાફ સાથે રહી કરવામા આવેલ છે.

(12:17 pm IST)