Gujarati News

Gujarati News

News of Friday, 17th February 2023

૮-ગુજરાત બટાલીયન એન.સી.સી.ના જવાને એન.સી.સી.નું ગૌરવ વધાર્યું

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૬: ૮-ગુજરાત એન.સી.સી. બટાલીયના ૮ આસામ રેજેમન્‍ટના રામભાત સાઇહા નાયક તરીકે ફરજ બજાવે છે. તે અહીં ઇન્‍દિરાનગરમાં આવેલ ગાયત્રી પ્રોવિઝન સ્‍ટોરવાળા દિલીપભાઇની દુકાને કરીયાણાની ખરીદી કરવા અવાર-નવાર આવે છે. થોડા દિવસ પહેલા રામભા સાઇહા ખરીદી કરવા આવેલ દુકાનદાર તેમનો માલ થેલીમાં ભરતા હતા ત્‍યારે તેમની આંગળીમાં પહેરેલી સોનાની વીંટી પડીકા સાથે પડી ગઇ હતી તે દુકાનદાર દિલીપભાઇનું ધ્‍યાનમાં નહોતું. થોડા સમય પછી નવરાશમાં આંગળી પર વીંટી ન જોતા દુકાનમાં શોધખોળ કરેલ.

બે દિવસ પછી રામભાત રાશનની થેલીમાંથી પડીકા કાઢતા થેલીમાંથી સોનાની વીંટી (આશરે કિંમત રૂા. ૨૫,૦૦૦) મળતા તે ધ્‍યાનમાં આવેલ આ વીંટી દુકાનદારની છે. રામભાત દુકાનદાર પાસે આવી સઘળી વાત જાણી દુકાનદાર વીંટી પર આપી દીધી. દીલીપભાઇ તેમને રાજીખુશીથી પ્રમાણિત બદલ ઇનામા આપતા ના પાડી અને કહ્યું કે આ તો અમારી આર્મીની ફરજ છે તમને તમારી વીટીં મળી ગઇ  તે જ મારૂ ઇનામ છે. રામભાત સાઇહાને પોતાની પ્રમાણિકતાથી ૮-ગુજરાત બટાલીયન એન.સી.સી. જુનાગઢ, એન.સી.સી. રાજકોટ ગ્રુ ગૌરવ વધારવા બદલ જૂનાગઢ એન.સી.સી. યુનિટના અધિકારી સ્‍માઇલ સર, ૯-આસામ રેજેમન્‍ટનું, એસ.એમ.શ્રીરાજેશસરે તેમજ સ્‍ટાફે અભિનંદન આપ્‍યા હતા.

(12:16 pm IST)