Gujarati News

Gujarati News

News of Friday, 17th February 2023

મોટી પાનેલીના ગૈનશાપીરના ઉર્ષની ઉજવણી

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી તા. ૧૭ : સદીયો પુરાણી દરગાહ ગેબનશાપીર કે જે પાનેલીના છેવાડે નદી કાંઠે બિરાજમાન છે સદીયો વીતી ગયા બાદ પણ આજે પણ દાદા જલજલાટ સ્‍વરૂપે બિરાજે છે પાનેલી તેમજ આજુબાજુના હજારો મુસ્‍લિમ સમુદાયના આસ્‍થાનુ પ્રતિક બની ગેબનશાપીર તમામની મુરાદ પુરી કરી રહ્યા છે શક્‍તિનું હજરાહજૂર ઉદાહરણ એટલે ગેબનશાપીર સદીયો પૂર્વે ગામના છેવાડે નદી કાંઠે વિરાન જગ્‍યામાં આસ્‍થા રૂપે સ્‍થાઈ થયેલ જે સમય સાથે અનેકો અનેક પરચા સાથે અને મુસ્‍લિમ સમુદાયની પ્રગતિમાં રહેમો કરમથી દરેકનો  ઉધાર કરી રહ્યા હોય મુસ્‍લિમ સમુદાય માં અનેરો વિશ્વાસ અને શ્રદ્ધાનો ભાવ દાદા પ્રત્‍યે દિન પ્રતિદિન વધી રહ્યો હોય જે જગ્‍યાએ ખાડા ટેકરા ઝાળી કાંટા અને સાવ વેરાન અવસ્‍થા હતી તે આજે દાદાની કળપાથી સુંદર જાજરમાન દરગાહ બનેલ છે દરગાહ ઉપર શાનદાર કળશથી ગુબંજ મઢવામાં આવેલ છે સાથેજ દરગાહ ની દીવાલો પર  વિશાળ રાર્ષ્‍ટ્રધ્‍વજ ની કળતિ અંકિત કરી શુશોભિત કરવામાં આવેલ છે જે ખુબજ આકર્ષિત અને દેશભાવના જાગળત કરનાર છે દરગાહમાં મુસ્‍લિમો સાથે હિંદુઓ પણ દાદાના દર્શન અર્થે પહોંચે છે દાદાની આ પવિત્ર ભૂમિ પર પગ મુકતા જ શાંતિ નો અનેરો અહેસાસ થાય છે.

દાદાનો ઉર્ષ આ દરગાહ ખાતે ઉજવણી કરવામાં આવેલ. જેમાં પાનેલી તેમજ આજુબાજુના તમામ ગામોના મુસ્‍લિમ બિરાદરો હોસે હોસે પહોંચ્‍યા હતા દાદાના દર્શનનો લાભ લઈને એજસાથે સમૂહમાં પ્રસાદ લઇ પોતાની જાતને ધન્‍ય બનાવેલ દાદાના ઉર્ષની ઉજવણી માટે મુસ્‍લિમ સમાજ પ્રમુખની દેખરેખ નીચે  આસિફ મેર તેમજ ઇસ્‍માઇલ સાથે યુવકોએ શણગાર થી માંડી લાઈટ ડેકોરેશન માટે દિન રાત અથાગ જહેમત ઉઠાવેલ જે તમામ તેમજ સમસ્‍ત મુસ્‍લિમ સમાજનો પ્રમુખ ઇશાકભાઈ સોરા એ આભાર વ્‍યક્‍ત કરેલ

(12:06 pm IST)